વડગામ તાલુકા વિકાસ અધિકારી સામે લાંચ રૂશ્વતની ચર્ચાને લઇ દિવસભર ગરમા-ગરમી

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકા પંચાયત ખાતે ગુરૂવારે બપોરના એ.સી.બી.નુ છટકુ ગોઠવાયુ હતુ.જેમાં અરજદારની ફરીયાદના આધારે પાલનપુર એ.સી.બી. ટીમ દ્રારા છટકુ ગોઠવાતાં માહોલ ગરમાયો હતો. જેમાં શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી સામે સફળ એસીબી થયાની વાતોએ જોર પકડતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો હતો. ટીડીઓની ચેમ્બરમાં જઇને રૂ.૧૦૦૦ આપવાની કોશીશ કરાઇ હતી. આ તરફ ટીડીઓએ હાથોહાથ
 
વડગામ તાલુકા વિકાસ અધિકારી સામે લાંચ રૂશ્વતની ચર્ચાને લઇ દિવસભર ગરમા-ગરમી

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકા પંચાયત ખાતે ગુરૂવારે બપોરના એ.સી.બી.નુ છટકુ ગોઠવાયુ હતુ.જેમાં અરજદારની ફરીયાદના આધારે પાલનપુર એ.સી.બી. ટીમ દ્રારા છટકુ ગોઠવાતાં માહોલ ગરમાયો હતો. જેમાં શરૂઆતમાં તાલુકા વિકાસ અધિકારી સામે સફળ એસીબી થયાની વાતોએ જોર પકડતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો હતો.

ટીડીઓની ચેમ્બરમાં જઇને રૂ.૧૦૦૦ આપવાની કોશીશ કરાઇ હતી. આ તરફ ટીડીઓએ હાથોહાથ રકમ ના સ્વીકારતાં અરજદારે રૂપિયા છુટ્ટા ફેંકીને બુમાબુમ કરતાં ભાગદોડ મચી મચી હતી.

જેની ખબર પડતાં ટોળે-ટોળા ચેમ્બર તરફ દોડી આવ્યા હતા.આ પછી એસીબી દ્રારા તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમારને સરકીટ હાઉસમા લઇ જઇ પંચો સાક્ષી સાથે તપાસ કરતાં ટીડીઓ રૂપિયા સ્વીકારતા ન હોવાનુ માલુમ પડયુ હતુ.

જેથી ટ્રેપનો પ્રયાસ નિષ્ફળ હોવાનુ પી.આઇએ જણાવ્યું હતુ. આ સાથે એફ એસ એલ રીપોટ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવું ઉમેર્યું હતુ. એ.એચ પરમાર નિર્દોષ રહેતા હાશકારો અનુભવ્યો હતો. એસીબીની નિષ્ફળ ટ્રેપને લઇ અનેક સવાલો ઉભા થયા છે.