બનાસકાંઠાની દાંતા પશ્ચિમ રેન્જ હેઠળ જંગલોમાં પથ્થરનું ખોદકામઃ RFOની મીલીભગત

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જિલ્લાની દાંતા પશ્ચિમ વન રેન્જ કચેરી હેઠળના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની રજૂઆત થઈ છે. સ્થાનિક અરજદારે જંગલ સર્વેનંબર, ખોદકામની જગ્યા, હેતુ, કોના ઈશારે કોણ કરી રહ્યું હોવા સહિતની વિગતો સાથે છેક ગાંધીનગર સુધી વિગત મોકલતા ખળભળાટ મચી ગયો છે. દાંતા પશ્ચિમ રેન્જના વજાસણા જંગલ સર્વે નં.44 પૈકીમાં ક્વોરીલીઝ ચલાવવામાં
 
બનાસકાંઠાની દાંતા પશ્ચિમ રેન્જ હેઠળ જંગલોમાં પથ્થરનું ખોદકામઃ RFOની મીલીભગત

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લાની  દાંતા પશ્ચિમ વન રેન્જ કચેરી હેઠળના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની રજૂઆત થઈ છે. સ્થાનિક અરજદારે જંગલ સર્વેનંબર, ખોદકામની જગ્યા, હેતુ, કોના ઈશારે કોણ કરી રહ્યું હોવા સહિતની વિગતો સાથે છેક ગાંધીનગર સુધી વિગત મોકલતા ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠાની દાંતા પશ્ચિમ રેન્જ હેઠળ જંગલોમાં પથ્થરનું ખોદકામઃ RFOની મીલીભગતદાંતા પશ્ચિમ રેન્જના વજાસણા જંગલ સર્વે નં.44 પૈકીમાં ક્વોરીલીઝ ચલાવવામાં આવી રહી છે. જેમાં લીઝ વિસ્તાર સિવાય દબાણ દૂર કરી સરકારી જંગલ વિસ્તારમાંથી પથ્થર ખોદવામાં આવી રહ્યાની રાવ ઉઠી છે.

અરજદારે સમગ્ર કામગીરીમાં રેન્જ ઓફીસર નિનામાને જવાબદાર ઠેરવી ક્વોરીલીઝમાં સેટીંગ હોઈ આંખ આડા કાન કરતા હોવાનું સ્પષ્ટ કર્યું છે. નિનામા ખુદ ક્વોરીલીઝ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા હોઈ અને સ્થાનિક ઈસમ સાથે સાર્થક-સામાજીક સંબંધો હોઈ જંગલ વિસ્તારમાં થતા ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી થતી નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દાંતા પશ્ચિમ રેન્જ હેઠળના જંગલ વિસ્તારનું નિકંદન, ખનનદવ અને દબાણ દ્વારા નીકળી રહ્યું છે. જેની સામે પરિક્ષેત્ર વન અધિકારીથી લઈ જિલ્લા વનતંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી નહિ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.