બે મહિનામાં 23 ખેડૂતોએ આત્મહત્યા કરી પરંતુ કોઈ મંત્રી તેમના ઘરે ગયા નથી : હાર્દિક પટેલ

રૂપાવટી ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે વીજળી મળતી નથી, પાકવીમો આપવામાં આવતો નથી. આ સ્થિતિ સામે આપણે લાચાર છીએ. બેરોજગાર યુવાનોને નોકરી નથી મળતી. 5 રાજ્યોના પરિણામ આવ્યા ત્યાંની જનતા જાગૃત છે આપણે હજુ જાગૃત નથી, અમારી લડાઈ સમજના હિત અને યુવાનના ભવિષ્યની છે રાજ્યમાં પાટીદારોને
 

રૂપાવટી ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે વીજળી મળતી નથી, પાકવીમો આપવામાં આવતો નથી. આ સ્થિતિ સામે આપણે લાચાર છીએ. બેરોજગાર યુવાનોને નોકરી નથી મળતી. 5 રાજ્યોના પરિણામ આવ્યા ત્યાંની જનતા જાગૃત છે આપણે હજુ જાગૃત નથી, અમારી લડાઈ સમજના હિત અને યુવાનના ભવિષ્યની છે

રાજ્યમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે આંદોલન કરતા પાટીદાર નેતા હાર્દિક પટેલે રાજ્યની ભાજપ ઉપર સરકાર આક્ષેપ કર્યા છે. તેમજ ભાજપમાં જોડાયા નહીં એટલે તેમને બદનામ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવરસ નાકિયાને મત આપવા માટે જસદણના મતદારોને અપીલ કરી છે.

પાટીદાર નેતાએ વધુમાં કહ્યું કે, લોકરક્ષકની પરિક્ષાનું પેપર લીક થવા છતા યુવાનો સામે નથી આવતા. DAPના ભાવ વધવા છતા ખેડૂતો વિરોધ કરતા નથી. ઈંધણના ભાવમાં વધારો થતા છતા કોઈ બોલવા તૈયાર નથી. તમાશો જોવામાં બધાને રસ છે. પરંતુ અમારી લડાઈ સમાજની છે. અમે ભાજપમાં ન જોડાયા એટલે અમને બદનામ કરવામાં આવી રહ્યાં છે. ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી પરંતુ માત્ર 43 ટકા ખેડૂતોના ખાતામાં રૂ. 10 હજાર જમા થયા છે. રાજયની ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે. આ સરકાર અમારી ઉપર કિન્નાખોરી રાખે છે.

તેમણે વધુમાં કહ્યું કે, તા. 20મીએ રિઝલ્ટ ન આવ્યો તો ખેડૂતોની હાર થશે. રાજ્યમાં 25 વર્ષથી ભાજપ સરકાર છે. કુંવરજી બાવળિયા છ મહિનાથી કેબિનેટ મંત્રી છે. બે મહિનામાં 23 ખેડૂતોએ આત્મહત્યા કરી પરંતુ કોઈ મંત્રી તેમના ઘરે ગયા નથી. તેમજ જસદણ અને વિંછીયા સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે. જસદણના મતદારો પાસે અવસર છે અને રાજ્યની ભાજપ સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે.