વાઈબ્રન્ટ સમિટ : કેન્દ્ર અને રાજય સરકારના દાવા જુદા જુદા

ગાંધીનગર છેલ્લા ૧પ વષૅમાં થયેલી આઠ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં રૂ.૧૩.૪પ લાખ કરોડનું મુડી રોકાણ આવ્યું હોવાનો દાવો રાજય સરકાર કરી રહી છે. આ આંકડો ગુજરાતના વતૅમાન બજેટ કરતા ૭.૩૬ ગણો છે. મૂડી રોકાણથી રાજયથી રાજયમાં ર૩ લાખ રોજગારી ઉભી થઈ હોવાનું પણ રાજય સરકાર કહે છે. પરંતુ કેન્દ્ર સરકારના આંકડાથી કંઈક બિજુ ચીત્ર જ ઉપરત
 
વાઈબ્રન્ટ સમિટ : કેન્દ્ર અને રાજય સરકારના દાવા જુદા જુદા

ગાંધીનગર

છેલ્લા ૧પ વષૅમાં થયેલી આઠ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં રૂ.૧૩.૪પ લાખ કરોડનું મુડી રોકાણ આવ્યું હોવાનો દાવો રાજય સરકાર કરી રહી છે. આ આંકડો ગુજરાતના વતૅમાન બજેટ કરતા ૭.૩૬ ગણો છે. મૂડી રોકાણથી રાજયથી રાજયમાં ર૩ લાખ રોજગારી ઉભી થઈ હોવાનું પણ રાજય સરકાર કહે છે. પરંતુ કેન્દ્ર સરકારના આંકડાથી કંઈક બિજુ ચીત્ર જ ઉપરત આપે છે.

ગુજરાત સરકારના દાવા મુજબ વષૅ ર૦૧પ થી ર૦૧૭ વચ્ચે યોજાયેલી બે વાઈબ્રન્ટ સમિટમાં રૂ.પ.૭૩ લાખ કરોડના મૂડી રોકવાનો તખ્તો ઘડાયો હતો અને ૮.૯૮ લાખ લોકોને રોજગારી મળી હતી અલબત ડિપાટૅમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલીસ એન્ડ પ્રમોશન એટલે કે કેન્દ્ર સરકારનો વિભાગ માત્ર રૂ/ર૪,પ૦૩ કરોડનું મુડી રોકાણ થયું હોવાનું કહે છે. વષૅ ર૦૧પમાં રૂ.પ૯૯૧ કરોડ વષૅ ર૦૧૬માં રૂ.૮ર૬૭ કરોડ અને વષૅ ર૦૧૮માં રૂ.૯૭૯પ કરોડનું મુડીરોકાણ આવ્યુ હોવાનું કેન્દ્ર સરકારના આંકડા કહે છે. રાજય સરકારના અંદાજ કરતા આ આંકડા ખુબજ ઓછા દેખાઈ રહયા છે. ગુજરાતમાં મેગા પ્રોજેકટ ઉપર વધુ ઈયાન અપાયુ છે. મોટી કંપનીઓએ મૂડી રોકાણ કયા છે. વિકાસ દર વઘ્યો છે પરંતુ રોજગારીનું પ્રમાણ જોઈએ તેટલુ વઘ્યું નથી, તેવું ફ્રેન્ચ પોલીટીકલ સાઈન્ટીકસ્ટ ક્રિસ્ટીફર જેફરલોટનું કહેવું છે તેમણે ગુજરાતમાં ટાટાના નેનો પ્લાન્ટનો દાખલો આવ્યો છે. નેનાંથી ર,૯૦૦ કરોડ રૂપિયાના મૂડી રોકાણ છતા રર૦૦ લોકોને પણ રોજગારી મળી નથી. આ રીતે રોજગારી ઉત્પાદનનો રેશિયો એક નોકરી દીઠ રૂ.૧.૩ કરોડે પહોંચે છે

બીજીતરફ જાણીતા અથૅશાસ્ત્રી એકે અલઘના મત અનુસાર ગુજરાતમાં રોજગારી વધવા સામે યુવાનોનું ઓછુ શિક્ષણ જવાબદાર છે ગુજરાતના યુવાનો પુરતા શિક્ષીત ન હોવાથી અન્ય રાજયોના લોકોને ગુજરાતમાં રોજગારી વધુ મળતી હોવાનું તેમને કહેવું છે.