સુરેન્દ્રનગરઃ ત્રણ પુત્રીઓના ભરણપોષણ માટે પ્રજ્ઞાચક્ષુ પિતાની પદયાત્રા

સુરેન્દ્રનગરા ચોટીલા – ઠાંગા પંથકમાં કાળાસગ ગામના પ્રજ્ઞાચક્ષુ પિતા ત્રણ પુત્રીઓના ભરણપોષણ માટે સહાય મળે એના માટે સંઘર્ષ કરી રહ્યા છે. સામાન્ય રીતે પોતાના બાળકોના ભરણ પોષણ માટે માતા-પિતા પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. કોઇપણ પરિસ્થિતિમાં માતા-પિતા હંમેશા પોતાના બાળકોનો જ વિચાર કરતા હોય છે. લોકો સક્ષમ હોય કે અસક્ષમ પરંતુ પોતાના બાળકો માટે
 
સુરેન્દ્રનગરઃ ત્રણ પુત્રીઓના ભરણપોષણ માટે પ્રજ્ઞાચક્ષુ પિતાની પદયાત્રા

સુરેન્દ્રનગરઃ ત્રણ પુત્રીઓના ભરણપોષણ માટે પ્રજ્ઞાચક્ષુ પિતાની પદયાત્રા

સુરેન્દ્રનગરા ચોટીલા – ઠાંગા પંથકમાં કાળાસગ ગામના પ્રજ્ઞાચક્ષુ પિતા ત્રણ પુત્રીઓના ભરણપોષણ માટે સહાય મળે એના માટે સંઘર્ષ કરી રહ્યા છે.

સામાન્ય રીતે પોતાના બાળકોના ભરણ પોષણ માટે માતા-પિતા પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. કોઇપણ પરિસ્થિતિમાં માતા-પિતા હંમેશા પોતાના બાળકોનો જ વિચાર કરતા હોય છે. લોકો સક્ષમ હોય કે અસક્ષમ પરંતુ પોતાના બાળકો માટે પોતાના અંતિમશ્વાસ સુધી લડતા જ રહે છે. પરંતુ આપણે અહીં એક એવા પિતા વિશે વાત કરીશું જેને જાણીને તમારા તમે ધ્રવી ઉઠશો.

વાતજાણે એમ છે કે, સુરેન્દ્રનગરા ચોટીલા – ઠાંગા પંથકમાં કાળાસગ ગામના પ્રજ્ઞાચક્ષુ પિતા ત્રણ પુત્રીઓના ભરણપોષણ માટે સહાય મળે એના માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ આ નઘરોળ તંત્ર તેમનો અવાજ સાંભલતું નથી. જેના પગલે પ્રજ્ઞાચક્ષુએ પોતાની રજૂઆત કરવા માટે નવતર પ્રયોગ અપનાવ્યો છે. સ્થાનિક તંત્ર અને કલેક્ટર કચેરી સુધી સહાય માટે ધક્કા ખાધા બાતે મજબૂર પિતા ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને રૂબરૂ રજૂઆત કરવા માટે ગળામાં બોર્ડ લટકાવીને પદયાત્રા કરી છે.

એક ગુજરાતી સમાચાર પત્રમાં આવેલા આર્ટિકલ પ્રમાણે હૃદયદ્વાવક આ કિસ્સાની વિગતો એવી છે કે, ચોટીલા-ઠાંગા પંથકના કાળાસર ગામના ગેલાભાઈ મેઘજીભાઈ પરમાર અનુ.જાતિના છે અને બંને આંખે અંધ છે. તેમના ઉપર ત્રણ બાળાઓના ભરણપોષણની જવાબદારી આવી છે. તેમણે મળવાપાત્ર સરકારી સહાય અંગે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં બે માસ પૂર્વે રજૂઆતો કરી હતી. પરંતુ ગેલાભાઈ પરમારે પોતાના ઘેર ખુશાલી, હિમાંશી, ફિરાંગી નામની ત્રણેય પુત્રીઓને સાથે રાખી ઘેરબેઠા સરકારી સહાય મળે તેવો હઠાગ્રહ જારી રાખ્યો છે.

તેમનું માનવું છે કે, અંધાશ્રમમાં દાખલ થાઉ તો આ ત્રણેય બાળાઓ અસલામત બની શકે છે. બાદમાં અમુક તત્વો મોકાનો ફાયદો ઉઠાવી પરિવાર અને પરિવારની બાળાઓને નુકસાન પહોંચાડે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. ગ્રામપંચાયથી ન્યાય મેળવવા ગળામાં બોર્ડ લટકાવીને ગાંધીનગર સુધી પદયાત્રા કરશે.