જૂનાગઢ કૃષિ યુનિ.ના બે અધિકારીઓની ધરપકડ, ખોટા બિલ બનાવી ચાઉં કર્યા 35 લાખ

જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ કાર્યવાહી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુનિવર્સિટીના બે અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર એક્ટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં યુનિવર્સિટીના ઓફીસ સુપરીટેન્ડન્ટ અને પ્રોફેસર સામે ગુનો દાખત કરતાં ચકચાર મચી જવા પામી હતી. આ પણ વાંચો PM મોદીને મળેલી મોંઘી અને અનોખી ગિફ્ટ ખરીદવાની તક, જાણો ક્યાંથી મળશે
 
જૂનાગઢ કૃષિ યુનિ.ના બે અધિકારીઓની ધરપકડ, ખોટા બિલ બનાવી ચાઉં કર્યા 35 લાખ

જૂનાગઢ કૃષિ યુનિ.ના બે અધિકારીઓની ધરપકડ, ખોટા બિલ બનાવી ચાઉં કર્યા 35 લાખ

જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ કાર્યવાહી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુનિવર્સિટીના બે અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર એક્ટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં યુનિવર્સિટીના ઓફીસ સુપરીટેન્ડન્ટ અને પ્રોફેસર સામે ગુનો દાખત કરતાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો PM મોદીને મળેલી મોંઘી અને અનોખી ગિફ્ટ ખરીદવાની તક, જાણો ક્યાંથી મળશે

પ્રાપ્ત વિગત પ્રમાણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બે અધિકારીઓ સામે ACBએ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરી છે. જેમાં યુનિવર્સિટીના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ભાવિક હર્ષદ જોશી અને પ્રોફેસર સુનિલ વ્રજલાલ પટેલ સામે ગુના દાખલ કરવામાં આવ્યો છે. બંને અધિકારીઓ વિરુદ્ધ ખોટા બિલ ઉતારી રૂપિયા 35 લાખ 28 હજારથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે.

ACBએ બંને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર સહિતની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જો કે મહત્વની વાત એ છે કે બંને અધિકારીઓ છેલ્લા સાત વર્ષથી સરકારી રૂપિયા ચાઉ કરી જતા હતા. બંનેએ એટલા માસ્ટરમાઇન્ડ હતા કે વાર્ષિક સંસ્થાકીય ઓડિટ અને એકાઉન્ટ જનરલના ઓડિટમાં પણ ઝડપાતા ન હતા. ત્યારે શું આ બંને અધિકારીઓ સાથે અન્ય કોઇ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.