ડીસાના રોબસ ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષિકાએ છેડતીની ફરિયાદ આપી

ડીસા ડીસાના રોબસ ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષિકાએ છેડતીની ફરિયાદ આપતા આચાર્યની ધરપકડ બનાસકાંઠાના ડીસા તાલુકાનાં રોબસ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સામે એ જ શાળાની શિક્ષિકાએ ગંભીર આક્ષેપો કરી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આચાર્યની અટકાયત કરી છે.. જો કે આચાર્યએ તેમની સામે થયેલા આક્ષેપોને બેબુનિયાદ ઠેરવ્યા છે.બનાસકાંઠા જીલ્લામાં એકવાર ફરી શિક્ષણ જગતને બદનામ કરતી ઘટના સામે
 
ડીસાના રોબસ ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષિકાએ છેડતીની ફરિયાદ આપી

ડીસા

ડીસાના રોબસ ગામની પ્રાથમિક શાળાનાં શિક્ષિકાએ છેડતીની ફરિયાદ આપતા આચાર્યની ધરપકડ

બનાસકાંઠાના ડીસા તાલુકાનાં રોબસ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સામે એ જ શાળાની શિક્ષિકાએ ગંભીર આક્ષેપો કરી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આચાર્યની અટકાયત કરી છે.. જો કે આચાર્યએ તેમની સામે થયેલા આક્ષેપોને બેબુનિયાદ ઠેરવ્યા છે.બનાસકાંઠા જીલ્લામાં એકવાર ફરી શિક્ષણ જગતને બદનામ કરતી ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના રોબસ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇશ્વરભાઇ ચૌધરી નામના આચાર્ય સામે એ જ શાળાની એક શિક્ષિકાએ માનસિક ત્રાસ આપવા ઉપરાંત શારીરિક છેડતી કરવાનો ગંભીર આક્ષેપ કરી શાળાના આચાર્ય વિરુધ્ધ ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આચાર્યની અટકાયત કરી છે.. જો કે આચાર્યએ તેમની સામે થયેલા આક્ષેપોને બેબુનિયાદ ગણાવી પોતાનો બચાવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શિક્ષિકા દ્વારા કરાયેલા આ આક્ષેપો કેટલા સાચા અને કેટલા ખોટા છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે ,પરંતુ અત્યારે તો આચાર્યની અટકાયત કરાતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.