પેટ્રોલ ફરી 21 પૈસા મોંઘુ, 2019માં પ્રથમ વખત વધ્યા ક્રૂડના ભાવ

અટલ સમાચાર,ડેસ્ક પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડાનો દોર પૂર્ણ થયા બાદ હવે વૃધ્ધિ શરૂ થઇ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 21 પૈસા થયા હતા. જ્યારે કે બાકીના ચાર મહાનગરોમાં ડિઝલના ભાવમાં આઠ પૈસાની વૃધ્ધિ કરવામાં આવી હતી. વર્ષ 2019માં પહેલીવાર પેટ્રોલ ડિઝલની કિંમતોમાં વૃધ્ધિ જોવા મળી હતી.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકત્તા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 21
 
પેટ્રોલ ફરી 21 પૈસા મોંઘુ, 2019માં પ્રથમ વખત વધ્યા ક્રૂડના ભાવ

અટલ સમાચાર,ડેસ્ક

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડાનો દોર પૂર્ણ થયા બાદ હવે વૃધ્ધિ શરૂ થઇ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 21 પૈસા થયા હતા. જ્યારે કે બાકીના ચાર મહાનગરોમાં ડિઝલના ભાવમાં આઠ પૈસાની વૃધ્ધિ કરવામાં આવી હતી.

વર્ષ 2019માં પહેલીવાર પેટ્રોલ ડિઝલની કિંમતોમાં વૃધ્ધિ જોવા મળી હતી.ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકત્તા અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા, જ્યારે કે ચેન્નાઇમાં 22 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ચારે મહાનગરોમાં ડિઝલના ભાવમાં આઠ પૈસાની વૃધ્ધિ કરવામાં આવી છે.

ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલની કિંમતો સોમવારે ક્રમશ: 68.50 રૂપિયા, 70.64 રૂપિયા, 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવી છે. ચારે મહાનગરોમાં ડિઝલના ભાવમાં ક્રમશ: 62.24 રૂપિયા, 64.01 રૂપિયા, 65.12 રૂપિયા અને 65.70 રૂપિયા પ્રતિ લીટરે નોંધવામાં આવેલ છે.