પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા

મુંબઈ બોલિવુડની બે બ્યુટી ક્વીન દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ પોત પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. બંને લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. દીપિકા-રણવીરના લગ્ન અને પ્રિયંકા-નિકના લગ્ન મીડિયામાં ખૂબ છવાયેલા રહ્યા. લગ્ન બાદ દીપિકા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. દીપિકા પાદુકોણે પ્રિયંકા ચોપડાને પછાડીને Sexiest Asian Women 2018 નો ખિતાબ જીતી
 
પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા

 

મુંબઈ

બોલિવુડની બે બ્યુટી ક્વીન દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ પોત પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. બંને લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. દીપિકા-રણવીરના લગ્ન અને પ્રિયંકા-નિકના લગ્ન મીડિયામાં ખૂબ છવાયેલા રહ્યા. લગ્ન બાદ દીપિકા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. દીપિકા પાદુકોણે પ્રિયંકા ચોપડાને પછાડીને Sexiest Asian Women 2018 નો ખિતાબ જીતી લીધો છે.  લગ્નના થોડા દિવસો બાદ જ દીપિકા એશિયાની સૌથી સેક્સી મહિલા બની ગઈ છે.

પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા

 

બુધવારે જાહેર થયેલા ફોર્બ્ઝની કમાણીની લિસ્ટમાં જ્યાં દીપિકા પાદુકોણ ચોથો નંબર મેળવીને પહેલી ફિમેલ એક્ટર બની તો બુધવારે જાહેર થયેલી એક લિસ્ટમાં તેને સેક્સીએસ્ટ એશિયન વુમનનો ખિતાબ મળ્યો. 50 મોસ્ટ સેક્સિએસ્ટ એશિયન વુમન 2018નો ખિતાબ દીપિકા પાદુકોણે જીતી લીધો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આ ખિતાબ પ્રિયંકા ચોપડાને મળ્યો હતો.
પ્રિયંકા નંબર 2ના સ્થાન પર 50 Sexiest Asian Women 2018ની લિસ્ટમાં જ્યાં દીપિકાને નંબર 1નો ખિતાબ મળ્યો છે ત્યાં પ્રિયંકા ચોપડાને નંબર 2નું સ્થાન મળ્યુ છે. લિસ્ટ મુજબ દીપિકાને વર્ક ઈમ્પેક્ટ, મીડિયા કવરેજ અને વોટિંગના હિસાબે એશિયાની પહેલી સેક્સિસ્ટ મહિલા બની, જ્યારે પ્રિયંકા ચોપડા આ લિસ્ટમાં બીજા નંબર પર રહી.

પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા

ફોર્બ્ઝની લિસ્ટમાં 32 વર્ષની દીપિકાએ હાલમાં જ રણવીર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ એક પછી એક ખુશીઓ દીપિકા સામે આવી રહી છે. પહેલા દીપિકા ફોર્બ્ઝ ઈન્ડિયા 2018એ સૌથી અમીર સેલિબ્રિટિઝની લિસ્ટમાં પહેલી વાર ટોપ 5માં શામેલ થઈ. વળી, હવે એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ જીતી લીધો. તમને જણાવી દઈએ કે ફોર્બ્ઝની લિસ્ટમાં ટોપ 5માં પહેલી વાર કોઈ એક્ટ્રેસ શામેલ થઈ છે. દીપિકાને ચોથુ સ્થાન મળ્યુ છે. વર્ષ 2018માં દીપિકા પાદુકોણની કુલ કમાણી 112.8 કરોડ થઈ છે. વળી, વર્ષ 2017માં દીપિકા પાદુકોણે 70 કરોડની કમાણી કરી હતી અને આ લિસ્ટમાં તે છઠ્ઠા નંબરે હતી.