બંદૂકની અણીએ બસ હાઇઝેક કરી આંગડીયા કર્મી પાસેથી કરોડોના ડાયમંડ-સોનાની લૂંટ

ખળભળાટ મહેસાણા-અમદાવાદ હાઇવે પર વોટર પાર્ક નજીકનો ચકચારી બનાવ ગુજરાતમાં પણ કશ્મીરવાળી જતા પોલીસની આબરૂના ધજાગરા 9 જેટલા લૂટારૂઓએ હથીયારો સાથે આખી બસને બાનમાં લઇ લૂંટ કરી ફરાર મહેસાણાઃ મહેસાણા-અમદાવાદ હાઇવે પર ગુરુવારે મોડી સાંજના સુમારે બસને હાઇજેક કરી નવ જેટલા લૂંટારૂઓએ ત્રણ આંગડિયા કર્મીઓને બંદુકની અણીએ કરોડોના ડાયમંડ અને સોનાની લૂંટ કરતા ચકચાર
 
બંદૂકની અણીએ બસ હાઇઝેક કરી આંગડીયા કર્મી પાસેથી કરોડોના ડાયમંડ-સોનાની લૂંટ

 

ખળભળાટ

મહેસાણા-અમદાવાદ હાઇવે પર વોટર પાર્ક નજીકનો ચકચારી બનાવ
ગુજરાતમાં પણ કશ્મીરવાળી જતા પોલીસની આબરૂના ધજાગરા
9 જેટલા લૂટારૂઓએ હથીયારો સાથે આખી બસને બાનમાં લઇ લૂંટ કરી ફરાર
મહેસાણાઃ મહેસાણા-અમદાવાદ હાઇવે પર ગુરુવારે મોડી સાંજના સુમારે બસને હાઇજેક કરી નવ જેટલા લૂંટારૂઓએ ત્રણ આંગડિયા કર્મીઓને બંદુકની અણીએ કરોડોના ડાયમંડ અને સોનાની લૂંટ કરતા ચકચાર મચી જવા પામી છે.
લૂંટની ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુરથી અમદાવાદ જઇ રહેલા એસટી બસમાં સવાર ત્રણ આંગડીયા કર્મીઓને બંદુકની અણીએ મહેસાણા અને નંદાસણ વચ્ચે આવેલ વોટરપાર્ક નજીક બસને હાઇજેક કરી હથિયારબંધ નવ જેટલા લૂંટારૂઓએ ડ્રાઈવરના લમણે રિવોલ્વર મૂકીને બસ રોડની સાઈડમાં ઊભી રખાવીને 3 આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ડાયમંડ અને સોનું ભરેલા થેલા (અંદાજીત મુદ્દામાલ 1 કરોડ)ની લૂંટ ચલાવી હતી. એચ પ્રવિણચંદ્ર, જયંતિ સોમા અને વસંત અંબાલાલ આંગડિયા પેઢીના કર્મીઓ નિત્યક્રમ મુજબ અમદાવાદ પાર્સલ આપવા જતા હતા.

બસના તમામ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. પહેલા તો મુસાફરોને આતંકવાદીઓ હોવાનું લાગતા તમામ મુસાફરો ભયભીત થઈ ગયા હતા. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળે છે કે, આ લૂંટારૂઓ ઊંઝાના ઉનાવાથી મુસાફરના સ્વાંગમાં બસમાં ચઢ્યા હતા અને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે ચારેતરફ નાકાબંધી કરી લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથધરી છે.