ભાદર-2 ડેમની પાણી કેમિકલયુક્ત હોવાથી પાણી પીવાલાયક નથી : લલિત વસોયા

ભાદર-2 ડેમમાં રહેલા પાણીના જથ્થામાંથી ધોરાજી, ઉપલેટા, માણાવદરના લોકોને પિયત માટે પાણી આપવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકાર દ્વારા બે વખત પાણી આપવામાં આવ્યું હતું પરતું સિંચાઈનું પાણી છેવાડાના ગામના ખેડૂતો સુધી પહોંચ્યું જ ન હતું, જેના કારણે ખેડૂતોના પાકને બચાવવા ધારાસભ્ય લલિત વસોયા દ્વારા રાજ્ય સરકાર પાસેથી પિયતના
 
ભાદર-2 ડેમની પાણી કેમિકલયુક્ત હોવાથી પાણી પીવાલાયક નથી : લલિત વસોયા

ભાદર-2 ડેમમાં રહેલા પાણીના જથ્થામાંથી ધોરાજી, ઉપલેટા, માણાવદરના લોકોને પિયત માટે પાણી આપવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકાર દ્વારા બે વખત પાણી આપવામાં આવ્યું હતું પરતું સિંચાઈનું પાણી છેવાડાના ગામના ખેડૂતો સુધી પહોંચ્યું જ ન હતું, જેના કારણે ખેડૂતોના પાકને બચાવવા ધારાસભ્ય લલિત વસોયા દ્વારા રાજ્ય સરકાર પાસેથી પિયતના પાણીની માગ કરવામાં આવી છે.

ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, સિંચાઈ વિભાગ દ્વારા બે વાર પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણ અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને 11,500 વીઘાની અંદર વાવેતર પણ કરી દીધું છે. 

સરકારે કરેલી જાહેરાત અનુસાર ભાદર-2 ડેમનું પાણી લોકોને પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે. સરકારે કરેલી જાહેરાતનો વળતો જવાબ આપતા લલિત વસોયાએ જણાવ્યુ હતું કે, ભાદર-2 ડેમની પાણી કેમિકલયુક્ત હોવાથી પાણી પીવાલાયક નથી. જેથી આ વિસ્તારની 11,500 વીઘા જમીન માટે આ પાણી પિયત માટે ફાળવવું જોઈએ.