ગાંધીજીની સંસ્થામાં માનવતા મરી પરવારી! વિદ્યાર્થીનું ભવિષ્ય મહત્વનું કે હાજરી?

ગાંધીજીની સંસ્થામાં માનવતા મરી પરવારી! વિદ્યાર્થીનું ભવિષ્ય મહત્વનું કે હાજરી? હવે પ્રશ્ન એ થાય છે કે, ક્યાં સુધી વિદ્યાપીઠના આવા જડ નિયમોથી વિદ્યાર્થીઓના વર્ષ બગડતા રહેશે. શું આ નિયમોનો કોઈ ઉકેલ લાવશે કે દર વર્ષે મેડિકલ ઈમરજન્સી જેવી વસ્તુને પણ અમાન્ય રાખી વિદ્યાર્થીનું ભવિષ્ય બર્બાદ થતું રહેશે. ગુજરાત વિદ્યાપીઠ નામ પડતા જ આપણા મનમાં મહાત્મા
 
ગાંધીજીની સંસ્થામાં માનવતા મરી પરવારી! વિદ્યાર્થીનું ભવિષ્ય મહત્વનું કે હાજરી?

ગાંધીજીની સંસ્થામાં માનવતા મરી પરવારી! વિદ્યાર્થીનું ભવિષ્ય મહત્વનું કે હાજરી?

હવે પ્રશ્ન એ થાય છે કે, ક્યાં સુધી વિદ્યાપીઠના આવા જડ નિયમોથી વિદ્યાર્થીઓના વર્ષ બગડતા રહેશે. શું આ નિયમોનો કોઈ ઉકેલ લાવશે કે દર વર્ષે મેડિકલ ઈમરજન્સી જેવી વસ્તુને પણ અમાન્ય રાખી વિદ્યાર્થીનું ભવિષ્ય બર્બાદ થતું રહેશે.

ગુજરાત વિદ્યાપીઠ નામ પડતા જ આપણા મનમાં મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા અને માનવતાની તસવીર ઉપસી આવે છે. જોકે, હવેની વિદ્યાપીઠમાં માનવતા નહી પણ જડ અને રૂઢિચુસ્ત નિયમો અમલમાં છે. જેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો હાલ વિદ્યાપીઠમાં ચર્ચાસ્પદ બન્યો છે.

ઘટના એવી છે કે, વિદ્યાર્થી જનક ગોહિલ જે પત્રકારત્વના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે પોતે મેડિકલ ઈમરજન્સીના કારણે લગભગ બે મહિના જેટલો સમય ક્લાસમાં હાજર રહી શક્યો ન હતો. આ ગેરહાજરી મેડિકલ ઈમરજન્સીની હતી, જેનું મેડિકલ પ્રમાણપત્ર પણ વિદ્યાર્થીએ સંસ્થાને આપ્યું હોવા છતા તેનું સત્ર ના મંજૂર કરી પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યો. વિદ્યાપીઠના આવા જડતાભર્યા વલણના કારણે વિદ્યાર્થીનું વર્ષ બગડી રહ્યું છે.

આ મામલે વિદ્યાર્થીએ પત્રકારત્વ વિભાગના હેડ વિનોદ પાંડેય, કુલ સચિવ રાજેન્દ્ર ખિમાણી અને કુલનાયક અનામિક શાહને મળી રજૂઆત કરી હતી, પરંતુ બધેથી એક જ જવાબ મળ્યો, અહીં હાજરી ખુબ મહત્વની છે.

આ મુદ્દે જ્યારે પત્રકારત્વ વિભાગના હેડ વિનોદ પાંડેને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, અમારા હાથમાં કશું જ નથી, નિયમ છે, તમે કુલ સચિવ કે કુલ નાયકને જઈ રજૂઆત કરો. ગુજરાત વિદ્યાપીઠના કુલ સચિવ રાજેન્દ્ર ખિમાણીએ કહ્યું હતું કે, અહીં હાજરીનો નિયમ બધા માટે ફરજીયાત છે. અમારા હાથમાં નથી. આ મામલે કુલનાયક અનામિક શાહનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો. તો, તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, ગમે તેવી ઈમરજન્સી હોય તો પણ હાજરી જરૂરી છે.