સિદ્ધપુર: કોરોનાએ કમરતોડી,આર્થિક તંગીમાં શહેરીજનોએ પાલિકા પાસે કરી આ માંગણી

સિધ્ધપુરનાં નગરજનોને કોરોના કહેરના સમયે બેવડો માર,મિલકત વેરામાં ૧૦ ટકા વધારો ! આર્થિક તંગીનાં માહોલમાં દર બે વર્ષે થતા મિલકત વેરાનો વધારો આ વખતે મોકૂફ રાખવા માંગ હર્ષલ ઠાકર સિદ્વપુર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે લોકોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે. જેની અસર ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સિદ્ધપુરમાં કોરોના
 
સિદ્ધપુર: કોરોનાએ કમરતોડી,આર્થિક તંગીમાં શહેરીજનોએ પાલિકા પાસે કરી આ માંગણી

સિધ્ધપુરનાં નગરજનોને કોરોના કહેરના સમયે બેવડો માર,મિલકત વેરામાં ૧૦ ટકા વધારો !
આર્થિક તંગીનાં માહોલમાં દર બે વર્ષે થતા મિલકત વેરાનો વધારો આ વખતે મોકૂફ રાખવા માંગ

હર્ષલ ઠાકર સિદ્વપુર

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને કારણે લોકોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે. જેની અસર ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સિદ્ધપુરમાં કોરોના કહેરના સમયે આર્થિક તંગીના માહોલમાં દર બે વર્ષે કરાતા મિલકતવેરાના વધારાને આ વખતે મોકુફ રાખવા માંગ કરાઇ છે. મિલકત વેરામાં ૧૦ ટકાનો વધારો કરાતો હોય છે. જે મોકુફ રાખવા પાલિકાના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આ‌વી છે.

કોરોના મહામારી અને લોકડાઉનનાં કપરા સમયે ગરીબ,ખેડૂત અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા ગુજરાત સરકારે અનેકવિધ જાહેરાત કરી છે.સિધ્ધપુર નગરજનો ને આ સંકટનાં વર્ષ દરમિયાન જ ૧૦ ટકા મિલકત વેરો વધારે ભરવાનો વારો આવ્યો હોવાથી આ વધારો મોકૂફ રાખવા મુ.મંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિધ્ધપુર નગરપાલિકા દ્ધારા નગરજનોને તેમની મિલકતના અેડવાન્સ વેરામાં ૧૦ ટકાની રાહત આપવામાં આવે છે.સાથો -સાથ રાજ્ય સરકારના નિયમો મુજબ દર બે વર્ષે શહેરીજનોને તેમના કુલ વેરા પૈકી ફક્ત મિલકત વેરામાં ૧૦ ટકાનો વધારો ચુકવવનો હોય છે.સિધ્ધપુર નગરપાલિકામાં જે દ્વિ- વાર્ષિક વધારો કરવાનો થતો હોય છે તે કમનસીબે આ વર્ષે જ આવ્યો છે.આ વર્ષ સમગ્ર રાજ્ય સહિત દેશ તેમજ આખુ વિશ્વ કોરોના સામે લડી રહ્યુ છે.લોકોનાં ધંધા-રોજગારને વ્યાપક અસર થઈ છે.લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.ઘર પરિવારનુ ગુજરાન ચલાવવુ પણ દુષ્કર બન્યુ છે તેવા સમયે નિયમિત બે વર્ષે કરાતો વધારો મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.આ પ્રશ્ન અંગે રાજ્યની વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ સત્વરે પ્રજાલક્ષી નિર્ણય લઇ હાલપુરતો આ વધારો મોકૂફ રાખે તેવી માંગ વોર્ડ નં.૫ નાં કોર્પોરેટર ધર્મેન્દ્ર ભાઈ અેચ.ઠાકરએ કરી હતી.આ વધારો રાજ્ય સરકારની પોલીસી મુજબ ઈ નગર પોર્ટલમાં અોટોમેટિક થતો હોવાથી તે અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી અથવા પાલિકા ની ચુંટાયેલી બોડી ઠરાવ કરી યોગ્ય નિર્ણય લેવડાવી શકે છે તેવુ નગરપાલિકાનાં ચીફ અોફિસર જીતેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યુ હતુ.