12:10@ઊંઝા: પાસ નેતા ભવલેશ પટેલને માત્ર 219 વોટ, હાર નિશ્ચિત

અટલ સમાચાર, મહેસાણા પાટીદારોના ગઢ સમાન મહેસાણા જિલ્લાના ઊંઝાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અનામત આંદોલનના નેતા અને ઊંઝા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ભવલેશ પટેલ ખૂબ જ પાછળ છે. હાલની મતગણતરીમાં બરાબર 12:10 વાગ્યે માત્ર 219 મત મળી રહ્યાનું સામે આવ્યું છે. જેનાથી પાસ આગેવાનની જીત મુશ્કેલ બની રહી છે. ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ
 
12:10@ઊંઝા: પાસ નેતા ભવલેશ પટેલને માત્ર 219 વોટ, હાર નિશ્ચિત

અટલ સમાચાર, મહેસાણા

પાટીદારોના ગઢ સમાન મહેસાણા જિલ્લાના ઊંઝાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અનામત આંદોલનના નેતા અને ઊંઝા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ભવલેશ પટેલ ખૂબ જ પાછળ છે. હાલની મતગણતરીમાં બરાબર 12:10 વાગ્યે માત્ર 219 મત મળી રહ્યાનું સામે આવ્યું છે. જેનાથી પાસ આગેવાનની જીત મુશ્કેલ બની રહી છે.

ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે ત્યારે પાસ નેતા ભવલેશ પટેલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપતાં નથી. પાટીદાર મતોમાં ગાબડું પાડવા સક્ષમ અનામત આંદોલનના આગેવાન અને અપક્ષ ઉમેદવાર ખૂબ પાછળ છે. મતગણતરીના 12:10 વાગ્યે માત્ર 219 વોટ મેળવી રહ્યા છે.

ભાજપના ઉમેદવાર આશાબેનને 12:10 વાગ્યે 6906, કોંગ્રેસના ઉમેદવાર કામુ પટેલને 5482 જ્યારે NCPના ઉમેદવારોને નટવરજી ઠાકોરને 706 વોટ મળી ગયા છે. મતગણતરીના અંદાજ મુજબ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જામશે.