દુર્ઘટના@ગુજરાતઃ હોડી પલટતા એક જ પરિવારના 13 સભ્યો ડૂબ્યા, 7ના મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં તાપીના ભીંતખૂર્ડ ગામે ધૂળેટીના દિવસે હોડી ડૂબી જવાથી ગમખ્વાર દૂર્ઘટના ઘટી હતી. આ હોડીમાં 13 લોકો સવાર હતા. જે સહેલગાહે જવા નીકળ્યા હતા. 13માંથી 7 લોકોના મૃતદેહ મળી ગયા છે અને હોડી પલટતા 13 જેટલા લોકો ડૂબ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો તાપીના ભીંતખૂર્ડ ગામે એક જ
 
દુર્ઘટના@ગુજરાતઃ હોડી પલટતા એક જ પરિવારના 13 સભ્યો ડૂબ્યા, 7ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં તાપીના ભીંતખૂર્ડ ગામે ધૂળેટીના દિવસે હોડી ડૂબી જવાથી ગમખ્વાર દૂર્ઘટના ઘટી હતી. આ હોડીમાં 13 લોકો સવાર હતા. જે સહેલગાહે જવા નીકળ્યા હતા. 13માંથી 7 લોકોના મૃતદેહ મળી ગયા છે અને હોડી પલટતા 13 જેટલા લોકો ડૂબ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાપીના ભીંતખૂર્ડ ગામે એક જ પરિવારના 13 લોકો ડૂબ્યા હતા જે પેકી 6 જેટલા લોકોને સ્થાનિક તરવૈયાએ બચાવી લીધા હતા. 13 પૈકી 5 વર્ષની એલીશા નામની બાળકી અને રાજેશ કોકણી નામના ઈસમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

સુત્રોએ જણાવ્યું હતુ કે, જ્યારે અન્ય 5 જેટલા લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયા અને ફાયરના જવાનો કરી રહ્યા છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને આસપાના ગામના લોકોને થતા ઘટનાસ્થળે પહોંચી બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.