ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 47 કેસ સામે 29 દર્દી સાજા થયા, પાટણમાં નવા 42 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી છે. આજે મહેસાણા જીલ્લામાં 47 અને પાટણ જીલ્લામાં 42 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં 29 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને પગલે સંક્રમણ કાબૂ
 
ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 47 કેસ સામે 29 દર્દી સાજા થયા, પાટણમાં નવા 42 પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણ જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યું હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી છે. આજે મહેસાણા જીલ્લામાં 47 અને પાટણ જીલ્લામાં 42 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં 29 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને પગલે સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યું હોઇ દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યાં છે.

મહેસાણા જીલ્લામાં 47 કેસ

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 47 કેસ સામે 29 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 12, ઊંઝા શહેરમાં 4, વિસનગર શહેરમાં 6, મહેસાણા તાલુકાના દેલોલી, છઠીયારડા, ખેરવા અને રૂપલ કુકસમાં 1-1, નાગલપુરમાં 2, દેદીયાસણ(OG)માં 3, વિસનગરના કાંસા એનએમાં 1 અને કાંસામાં 1, ઊંઝા તાલુકાના ટુંડાવ, કરલી, કામલીમાં 1-1 અને હાજીપુરમાં 4, વિજાપુરના દગાવાડીયા અને ગેરીતામાં 1-1, કડી તાલુકાના મેડા આદરજમાં 1, બેચરાજી અને જોટાણાના રાણીપુરામાં 1-1 કેસ નોંધાયો છે.

ચિંતા@ઉ.ગુ: મહેસાણામાં 47 કેસ સામે 29 દર્દી સાજા થયા, પાટણમાં નવા 42 પોઝિટીવ

પાટણ જીલ્લામાં 42 કેસ નોંધાયા

પાટણ જીલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું હોઇ આજે નવા 42 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 19, તાલુકાના ધારપુર કેમ્પસમાં 4, બાલીસણા, કુણઘેર, બાનપુરડામાં 1-1, સિધ્ધપુર શહેરમાં 2, તાલુકાના ગણેશપુરમાં 2, ચાણસ્મા શહેરમાં 2, તાલુકાના મંડલોપ અને ખોરસમમાં 1-1, રાધનપુર શહેરમાં 2, સાંતલપુર તાલુકાના હમીરપુરામાં 1 અને વારાહીમાં 2, સરસ્વતીના સાંપ્રામાં 1 અને સમી તાલુકાના તારોરામાં 1 કેસ નોંધાયો છે.