અટલ સમાચાર, મહેસાણા
પાટણથી મહેસાણા તરફ આવતી રિક્ષાને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકજ પરિવારના 3 વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે યુવતી અને તેનો 3 વર્ષનાં પુત્રને ગંભીર હાલતમાં પ્રથમ મહેસાણા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઠાકોર પરિવારના માથે આભ ફાટી પડ્યું છે.
ત્રિપલ અકસ્માતમાં યુવતી ઉર્મિલાબેન (ઉ.29) અને તેનો પુત્ર ઓમ (ઉ.3) ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે તેની માતા સીતાબેન વિજયભાઈ ઠાકોર (ઉ.48), તેનો પતિ ભાવિન મનોજભાઈ ઠાકોર (ઉ.32), તેનો ભાઈ રવિ વિજયભાઈ ઠાકોર (ઉ.27) સહિત ત્રણેયના ઘટનાસ્થળે કરુણ મોત થયા હતા.
ઈજાગ્રસ્ત યુવતી અને તેના પુત્રને મહેસાણા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માત બાદ આરોપી બોલેરો ચાલકે નાસી છૂટયો હતો. ચાણસ્મા પોલીસે અકસ્માતે તપાસ હાથ ધરી છે.