317@ઉ.ગુ: કોરોના બેકાબૂ, મહેસાણામાં 98, પાટણમાં 118 અને બનાસકાંઠામાં 101 કેસ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં આજે કોરોનાનો અત્યાર સુધીનો મહાવિસ્ફોટ થયો હોય તેમ 317 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 98 કેસ તો બનાસકાંઠા જીલ્લામાં સૌપ્રથમવાર 101 નોંધાયા છે. આ તરફ પાટણ જીલ્લામાં પણ 118 કેસ સાથે કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે. અટલ સમાચાર
 
317@ઉ.ગુ: કોરોના બેકાબૂ, મહેસાણામાં 98, પાટણમાં 118 અને બનાસકાંઠામાં 101 કેસ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં આજે કોરોનાનો અત્યાર સુધીનો મહાવિસ્ફોટ થયો હોય તેમ 317 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 98 કેસ તો બનાસકાંઠા જીલ્લામાં સૌપ્રથમવાર 101 નોંધાયા છે. આ તરફ પાટણ જીલ્લામાં પણ 118 કેસ સાથે કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં સૌપ્રથમવાર કોરોનાના નવા 101 કેસ

બનાસકાંઠામાં કોરોનાકાળમાં સૌપ્રથમવાર નવા 101 લોકો પોઝિટીવ જાહેર થયા છે. આજે નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ કેસ પાલનપુરમાં 40 દર્દી નોંધાયા છે. આ સાથે ડીસામા 20 કેસ અને કાંકરેજ તાલુકામાં 11, ભાભરમાં 04, લાખણીમાં 02, દાંતામાં 11, દાંતીવાડામાં 02, સુઇગામમાં 02, ધાનેરામાં 03, દિયોદરમાં 02 અને વડગામમાં 01 મળી જીલ્લામાં નવા 101 કેસ નોંધાતાં હડકંપ મચી ગયો છે. હાલની સ્થિતિ બનાસકાંઠા જીલ્લામાં આજના કેસો સહિત એક્ટિવ કેસની સંખ્યા 570 પહોંચી હોઇ ચિંતાજનક સ્થિતી બની છે.

પાટણ જીલ્લામાં 118 કેસ સાથે કોરોના વિસ્ફોટ

317@ઉ.ગુ: કોરોના બેકાબૂ, મહેસાણામાં 98, પાટણમાં 118 અને બનાસકાંઠામાં 101 કેસ

પાટણ જીલ્લા સતત 4 દિવસથી 100 ઉપર કોરોના કેસો આવી રહ્યા હોઇ આજે પણ ત્રણ આંકડામાં કેસો નોંધાયા છે. પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના 118 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 27 કેસ સાથે કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે.

317@ઉ.ગુ: કોરોના બેકાબૂ, મહેસાણામાં 98, પાટણમાં 118 અને બનાસકાંઠામાં 101 કેસ

જેથી શહેરી વિસ્તારમાં સંક્રમણ કાબૂ બહાર ગયાનું સ્પષ્ટ થયુ છે. આ સાથે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ હોઇ મહોલ્લાંઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. આજના કેસો મળી જીલ્લામાં અત્યાર સુધીનો કુલ આંક અધધધ… 5449 પહોંચ્યો છે.

317@ઉ.ગુ: કોરોના બેકાબૂ, મહેસાણામાં 98, પાટણમાં 118 અને બનાસકાંઠામાં 101 કેસ

મહેસાણા જીલ્લામાં 98 કેસ

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ આજે 98 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મહેસાણા જીલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોય તેમ આજે 58 કેસ સામે આવ્યા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં નવા 40 કેસ નોંધાયા છે.

317@ઉ.ગુ: કોરોના બેકાબૂ, મહેસાણામાં 98, પાટણમાં 118 અને બનાસકાંઠામાં 101 કેસ

જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત દર્દીના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.

317@ઉ.ગુ: કોરોના બેકાબૂ, મહેસાણામાં 98, પાટણમાં 118 અને બનાસકાંઠામાં 101 કેસ