અટક@સિદ્ધપુરઃઅમદાવાદ લઇ જવાતા 25 લાખના ડ્રગ્સ સાથે 4 ઇસમ ઝડપાયા

અટલ સમાચાર.સિદ્ધપુર,હર્ષલ ઠાકર સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસેની એક હોટલ પાસેથી ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચે 25 લાખનુ એમડી ડ્રગ્સ અને અફીણનો જથ્થો પકડી પાડી સફળ સયુક્ત ઓપરેશન પાર પાડયુ હતુ.આ ચાર ઈસમો આ જથ્થો રાજસ્થાન તરફથી કારમાં અમદાવાદ લઇ જતા હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ હતુ. પોલીસે કારમાંથી સિદ્ધપુરના ઇમરાન યાસીન શેખ , થરાદના
 
અટક@સિદ્ધપુરઃઅમદાવાદ લઇ જવાતા 25 લાખના ડ્રગ્સ સાથે 4 ઇસમ ઝડપાયા

અટલ સમાચાર.સિદ્ધપુર,હર્ષલ ઠાકર

સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસેની એક હોટલ પાસેથી ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચે 25 લાખનુ એમડી ડ્રગ્સ અને અફીણનો જથ્થો પકડી પાડી સફળ સયુક્ત ઓપરેશન પાર પાડયુ હતુ.આ ચાર ઈસમો આ જથ્થો રાજસ્થાન તરફથી કારમાં અમદાવાદ લઇ જતા હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ હતુ. પોલીસે કારમાંથી સિદ્ધપુરના ઇમરાન યાસીન શેખ , થરાદના સુરેશ , સાચોરના ખેમાં રોમ અને સાચોરના જગદીશ નામના શખસની અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિદ્ધપુર ખળી ચાર રસ્તા નજીક આવેલ ફેમસ હોટલ પાસે ગુજરાત એટીએસ અને ક્રાઈમબ્રાંચે બાતમીનાં આધારે હોટલ બહાર ઉભી રહેલી એક કારમાંથી આ જથ્થા સાથે ચાર ઈસમોને આબાદ ઝડપી પાડ્યા હતા.આ ઈસમો આ જથ્થો રાજસ્થાનનાં સાંચોરથી અમદાવાદ કારમાં લઈ ડીલીવરી આપવા જતા હતા તે અરસામાં જંગી રકમનાં ડ્રગ્સ અને અફિણનાં જથ્થા સાથે ઝડપી આ અપોરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યુ હતુ. એફએસએલની ટીમ દ્ધારા તપાસ કરાતા આ માદક જથ્થો એમડી ડ્રગ્સ અને અફીણ હોવાનુ જણાયુ હતુ.નશીલા અને માદક જથ્થાને પકડી પાડવા અગાઉથી મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલ ઓપરેશનમાં ગુજરાત એટીએસ તેમજ ક્રાઈમ બ્રાંન્ચના પી.આઈ.સહિત ૨૦ ઉપરાંત પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ માલનુ વજન અને કિંમત અંગે મોડી રાત સુધી તપાસ ચાલુ હતી. જો કે પ્રાથમિક તબક્કે 25 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ હોવાનું મનાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાઈવે ઉપર આખી રાત ખુલ્લી રહેતી કેટલીક હોટલો બે નંબરનાં ધંધાનો અડ્ડો બની જવા પામી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે રાત્રી પેટ્રોલિંગ વધુ સાબદુ બનાવાય તે જરુરી છે.