બનાસકાંઠાઃલોકભાગીદારી થકી 87 તળાવનું નિર્માણ કરાયું

અટલ સમાચાર,ડેસ્ક બનાસકાંઠા જિલ્લાનાં 45 ગામોમાં 87 તળાવો ઊંડા કરી નવું અભિયાન ઉપાડ્યું અને હજ્જારો લોકો તેમા જોડાયાં. વાત પ્રેરક અને રસપ્રદ છે. મિત્તલ પટેલ 2006નાં વર્ષથી ગુજરાતમાં વિચરતા-વિમુક્ત સમુદાયો સાથે તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે કામ કરે છે. છેવાડાનાં વિચરતા-વિમુક્ત સમુદાયોને મતદારકાર્ડ મળે અને એ દ્વારા તેમને સરકારની અન્ય યોજનાઓનો લાભ મળે એ
 
બનાસકાંઠાઃલોકભાગીદારી થકી 87 તળાવનું નિર્માણ કરાયું

અટલ સમાચાર,ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાનાં 45 ગામોમાં 87 તળાવો ઊંડા કરી  નવું અભિયાન ઉપાડ્યું અને હજ્જારો લોકો તેમા જોડાયાં. વાત પ્રેરક અને  રસપ્રદ છે. મિત્તલ પટેલ 2006નાં વર્ષથી ગુજરાતમાં વિચરતા-વિમુક્ત સમુદાયો સાથે તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે કામ કરે છે.

છેવાડાનાં વિચરતા-વિમુક્ત સમુદાયોને મતદારકાર્ડ મળે અને એ દ્વારા તેમને સરકારની અન્ય યોજનાઓનો લાભ મળે એ માટે તેમણે સમગ્ર દેશમાં દાખલારૂપ કામ કર્યું છે. પણ મિત્તલબેનને પાણી બચાવવા અને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં તળાવો ઊંડા કરવામાં રસ પડ્યો.