હડકંપ@ઉ.ગુઃ એક જ દિવસમાં 9 કેસ આવ્યા, ચેપનો ફેલાવો અમર્યાદિત

અટલ સમાચાર, મહેસાણા રાજ્યભરમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. આ સાથે આજ રોજ ઉત્તર ગુજરાતમાં કોરોનાનો જાણે રાફડો ફાટી નીક્યો છે. આજે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાઓમાં અલગ અલગ કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 6 કેસ,પાટણમાં,2 કેસ અને સાબરકાંઠામાં 1 કેસ સામે આવ્યા છે. આમ કુલ આજે ઉત્તર ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે.
 
હડકંપ@ઉ.ગુઃ એક જ દિવસમાં 9 કેસ આવ્યા, ચેપનો ફેલાવો અમર્યાદિત

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યભરમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. આ સાથે આજ રોજ ઉત્તર ગુજરાતમાં કોરોનાનો
જાણે રાફડો ફાટી નીક્યો છે. આજે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાઓમાં અલગ અલગ કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 6 કેસ,પાટણમાં,2 કેસ અને સાબરકાંઠામાં 1 કેસ સામે આવ્યા છે. આમ કુલ આજે ઉત્તર ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં આજે નવા કોરોનાના 6 કેસ નોંધાયા છે. જેમાં વિસનગર તાલુકામાં આજે નવા ગ્રામ્યવિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામે 72 વર્ષીય વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અને ગોઠવા ગામે બરોડા બેંકના કેશિયરને કોરોના પોઝિટિવ આવ્યો છે. મહેસાણામાં મૃખ્યમથકે 3 કેસ નોંધાયા છે. મહેસાણાના તેજસ્વી નગર સોસાયટીમાં 44 વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણાના ઝાલાવાસ ભેંસાણમાં 64 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. મહેસાણાના બારોટ વાસ, જગુદનમા 40 વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કડીમાં રાજદર્શન સોસાયટીમાં 64 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ 48 એક્ટિવ કેસ નોંધાયા છે.

સાબરકાંઠામાં જીલ્લાના હિંમતનગર તાલુકામાં ગઢોડાની 59 વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો છે. સાબરકાંઠામાં કુલ કેસ 107 થયા છે. અને 5 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. આ સાથે 89 કોરોના દર્દીઓ સાજા થઇને રજા અપાઇ છે. પાટણમાં આજે યશટાઉનશીપ, અંબાજી નેળીયું પાટણના મૃખ્ય મથકે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ થરાદ ખાતે પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ હતાં. બીજી વ્યક્તિ જે પાટણની રાજવંશી સોસાયટી, ટેલિફોન એક્ષચેન્જ રોડ પાટણ શહેરમાં કેસ નોંધાયો છે.