ભક્તિ@સિદ્ધપુરઃ 45વર્ષથી વિશ્વકલ્યાણ અર્થે કરાય છે ૐ નમ:શિવાયની અખંડ ધૂન

અટલ સમાચાર.સિદ્ધપુર, હર્ષલ ઠાકર સિદ્ધપુર અરવડેશ્વર ધામમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન કરાતી ૐ નમ: શિવાય મહામંત્રની ૨૪ કલાક ચાલતી અખંડ ધૂનની પ્રતિવાર્ષિક પરંપરા કોરોના મહામારી વચ્ચે સીમીત ભક્તો સાથે આ વર્ષે પણ ભક્તિભાવપૂર્ણ જાળવવામાં આવી છે. સિદ્ધપુર સરસ્વતિ નદીનાં સામા તટે પ.પૂ. દેવશંકર બાપાની તપોભૂમિ એવા અરવડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ માસના વદ નોમથી
 
ભક્તિ@સિદ્ધપુરઃ 45વર્ષથી વિશ્વકલ્યાણ અર્થે કરાય છે ૐ નમ:શિવાયની અખંડ ધૂન

અટલ સમાચાર.સિદ્ધપુર, હર્ષલ ઠાકર
સિદ્ધપુર અરવડેશ્વર ધામમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન કરાતી ૐ નમ: શિવાય મહામંત્રની ૨૪ કલાક ચાલતી અખંડ ધૂનની પ્રતિવાર્ષિક પરંપરા કોરોના મહામારી વચ્ચે સીમીત ભક્તો સાથે આ વર્ષે પણ ભક્તિભાવપૂર્ણ જાળવવામાં આવી છે. સિદ્ધપુર સરસ્વતિ નદીનાં સામા તટે પ.પૂ. દેવશંકર બાપાની તપોભૂમિ એવા અરવડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ માસના વદ નોમથી વદ અમાસ સુધી ૨૪ કલાક ૐ નમ: શિવાયની અખંડ ધૂન કરી દેવાધિદેવની અનોખી ભક્તિ કરવામાં આવે છે.આ ધૂન કરવાની પરંપરા છેલ્લા ૪૫ વર્ષથી અવિરત જળવાઈ રહી છે. ૐ નમ: શિવાયની ધૂનની સાથોસાથ દેવાધિદેવ મહાદેવની ભક્તો પ્રદક્ષિણા પણ કરતા હોય છે.કોરોના મહામારીના લીધે ભક્તોની ભીડ એકત્ર થાય નહી તેની પણ ખાસ કાળજી મંદિર સંચાલકો દ્ધારા લેવાઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભક્તિ@સિદ્ધપુરઃ 45વર્ષથી વિશ્વકલ્યાણ અર્થે કરાય છે ૐ નમ:શિવાયની અખંડ ધૂન

૨૪ કલાક ચાલતી આ ધૂનમા દર ત્રણ કલાકની ટુકડીમાં ભક્તો જોડાતા હોય છે.આ ભક્ત મંડળી દ્ધારા તબલા,મંજીરા,ડમરુ અને ઢોલ સાથે તાલબદ્ધ રીતે અલગ-અલગ સુરાવલી સાથે ધૂન કરવામાં આવે છે.આ અખંડ ધૂન થકી આજુબાજુનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે.આ અખંડ ધૂન વિશ્વકલ્યાણ અર્થે તેમજ લોકો શિવમય બને તે માટે દેવશંકર બાપાનાં વચનને અનુસરી આ અખંડ ધૂનનો છેલ્લા ૪૫ વર્ષથી આયોજન કરવામાં આવે છે તેવુ હર્ષિલભાઈ આચાર્યે જણાવ્યું હતુ.