આક્રોશ@મોડાસાઃ શહેરમાં પોલીસ અને વાહન ટોઇંગ એજન્સીની બેધારી નીતિ

અટલ સમાચાર, મોડાસા અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉન પ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર અનેક કોમ્પ્લેક્ષો ખડા કરી દેવાયા છે. જેથી અહીં ખરીદી કરવા આવતા વાહનચાલકો પાર્કિંગની સમસ્યાથી પરેશાન બન્યા છે. તે સાથે રોડ પર અડિંગો જમાવટ ફેરિયાઓ અને પથારાવાળોના લીધે
 
આક્રોશ@મોડાસાઃ શહેરમાં પોલીસ અને વાહન ટોઇંગ એજન્સીની બેધારી નીતિ

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે. શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉન પ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર અનેક કોમ્પ્લેક્ષો ખડા કરી દેવાયા છે. જેથી અહીં ખરીદી કરવા આવતા વાહનચાલકો પાર્કિંગની સમસ્યાથી પરેશાન બન્યા છે. તે સાથે રોડ પર અડિંગો જમાવટ ફેરિયાઓ અને પથારાવાળોના લીધે સ્થાનિક તંત્રનો વહીવટ ખાડે જતા ટ્રાફિકનો પ્રશ્ન વધુ પેચીદો બન્યો છે.

આક્રોશ@મોડાસાઃ શહેરમાં પોલીસ અને વાહન ટોઇંગ એજન્સીની બેધારી નીતિ

મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રોડ પર ખડકાયેલા વાહનોને ટોઇંગ કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા છતાં ટોઇંગ એજન્સી અને પોલીસતંત્રની બેધારી નીતિના પગલે ફક્ત વાહનચાલકોને દંડવામાં આવી રહ્યા છે. હાથલારીઓ અને પથારાવાળાઓનો માર્ગ ઉપર કબ્જો જમાવ્યો હોવા છતાં તંત્ર ઘૂંટણિયે પડી ગયું હોવાથી વાહનચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ચાર રસ્તાથી કોલેજરોડ પર ફેરિયાઓનું અને પથારાવાળાઓનું સામ્રાજ્ય યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.

મોડાસા શહેરમાં ટ્રાફિકનું નિયંત્રણ કરનાર ટોઇંગ એજન્સી રોડ પર ખડકાયેલા આડેધડ વાહનોને ટોઇંગ કરી મનફાવે તેમ દંડ વસુલાત કરતા વાહનચાલકો અને ટોઇંગ એજન્સીના કર્મચારીઓ વચ્ચે તું…તું…મૈં…મૈં ની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. વાહનચાલકોના જણાવ્યા અનુસાર ટોઇંગ એજન્સીના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસતંત્ર રોડ પર અડિંગો જમાવી ઉભા રહેતા ફેરિયાઓની હાથલારીઓ અને પથારાવાળા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ રક્ષણ પૂરું પાડતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. પાર્કિંગ લાઈન અને ફૂટપાથ પર ઉભા રહેતા ફેરિયાઓ અને દુકાનદારોએ પાર્કિંગ લાઈન સુધી જગ્યા રોકી રાખતા વાહનચાલકોને પાર્કિંગની જગ્યા મળતી નથી. મંદીના માહોલમાં ખરીદી કરવા આવતા વાહનચાલકો સામે ટ્રાફિકનો ડંડો અને ટોઈંગવાન દ્વારા વાહનો ટોઇંગ કરી મસમોટો દંડ ખંખેરી લેતા હાલત કફોડી બની છે.

મોડાસા શહેરના અગ્રણી, શહેરીજનો અને વાહનચાલકોમાં શહેરના મુખ્યમાર્ગો પર ખડકાયેલી ફેરિયાઓની હાથલારીઓ, પથારાવાળા અને દુકાનો આગળ રાખી મુકતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કર્યા પછી વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે.