આક્રોશ@પાટણ: પમ્પિંગ સેન્ટર શરૂ કરાવવા ત્રણ ધારાસભ્યોના ધરણાં

અટલ સમાચાર, ગાંધીનગર પાટણના હાંસાપુર પમ્પિંગ સ્ટેશન શરૂ કરાવવા ધારાસભ્યએ મુખ્યમંત્રી રજૂઆત કરી હતી. જેમાં મંગળવાર સુધી પમ્પિંગ સ્ટેશન શરૂ ના થાય તો ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઇ આજે સવારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, ધારાસભ્ય લલિત કગથરા, પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ ઉપવાસ પર બેસી ધરણાં શરૂ કર્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
આક્રોશ@પાટણ: પમ્પિંગ સેન્ટર શરૂ કરાવવા ત્રણ ધારાસભ્યોના ધરણાં

અટલ સમાચાર, ગાંધીનગર

પાટણના હાંસાપુર પમ્પિંગ સ્ટેશન શરૂ કરાવવા ધારાસભ્યએ મુખ્યમંત્રી રજૂઆત કરી હતી. જેમાં મંગળવાર સુધી પમ્પિંગ સ્ટેશન શરૂ ના થાય તો ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઇ આજે સવારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, ધારાસભ્ય લલિત કગથરા, પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ ઉપવાસ પર બેસી ધરણાં શરૂ કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આક્રોશ@પાટણ: પમ્પિંગ સેન્ટર શરૂ કરાવવા ત્રણ ધારાસભ્યોના ધરણાં

પાટણ શહેરના અંબાજી નેળીયાના વિસ્તારો માટે મહત્વનો એવો હાંસાપુર પમ્પિંગ સ્ટેશન શરૂ કરવા માટે ધારાસભ્ય મેદાને આવ્યા છે. ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે, પમ્પિંગ સ્ટેશનની કામગીરી પુર્ણ થઇ હોવા છતાં પણ તેને ઇરાદાપુર્વક ચાલુ કરવામાં આવતુ નથી. જેથી તેમને મુખ્યમંત્રીને પત્ર લખી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરાવવા મંગળવાર સુધીનો સમય આપ્યો હતો.

આક્રોશ@પાટણ: પમ્પિંગ સેન્ટર શરૂ કરાવવા ત્રણ ધારાસભ્યોના ધરણાં

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર કર્મયોગી ભવન પહોંચી ધરણાં શરૂ કર્યા છે. નોંધનિય છે કે, તેમની સાથે પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ અને ધારાસભ્ય લલિત કગથરા પણ જોડાયા છે. આ અગાઉ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરાવવા ભાજપના પણ કેટલાક દિગ્ગજોએ રજૂઆત કરેલ છે. આમ છતાં પણ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવામાં ન આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.