આસ્થા@અંબાજી: માતાનાં ચરણોમાં 1 કિલો સોનું અપર્ણ કર્યુ, માં ની કૃપા અપરંપાર

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ) કોરોના મહામારી વચ્ચે યાત્રાધામ અંબાજીમાં એક ભક્તે માં અંબાના ચરણોમાં 1 કિલો સોનું અપર્ણ કર્યુ છે. આજે અમદાવાદના ફાર્મા કંપનીના માલિકે યાત્રાધામ અંબાજીને સુવર્ણમય બનાવવા માટે સોનાનું દાન કર્યુ છે. ચાલુ વર્ષે કોરોનાને લઇ ભાદરવી મેળો બંધ હોવાથી માં અંબાના ભક્તો હવે કોઇપણ દિવસે દાન કરવા આવતાં હોય છે. આ
 
આસ્થા@અંબાજી: માતાનાં ચરણોમાં 1 કિલો સોનું અપર્ણ કર્યુ, માં ની કૃપા અપરંપાર

અટલ સમાચાર, અંબાજી (અરવિંદ અગ્રવાલ)

કોરોના મહામારી વચ્ચે યાત્રાધામ અંબાજીમાં એક ભક્તે માં અંબાના ચરણોમાં 1 કિલો સોનું અપર્ણ કર્યુ છે. આજે અમદાવાદના ફાર્મા કંપનીના માલિકે યાત્રાધામ અંબાજીને સુવર્ણમય બનાવવા માટે સોનાનું દાન કર્યુ છે. ચાલુ વર્ષે કોરોનાને લઇ ભાદરવી મેળો બંધ હોવાથી માં અંબાના ભક્તો હવે કોઇપણ દિવસે દાન કરવા આવતાં હોય છે. આ તરફ અમદાવાદના એક માઇભક્તે રૂ.52.70 લાખનું દાન કર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે એક માઇભક્તે માં અંબાના ચરણોમાં 1 કિલો સોનાનું દાન કર્યુ છે. યાત્રાધામ અંબાજીએ માઇભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. માતાજીને બહુ મોટા પ્રમાણમાં દાન પણ ચઢાવતા હોય છે. આ તરફ આજે માં અંબાની કૃપા જેમના પર અપરંપાર છે તેવા દાનેશ્વરી ગણાતાં નવનીતભાઈ શાહ દ્રારા માં ના ચરણોમાં 1 કિલો સોનું દાન કરવામાં આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, માઇભક્ત નવનીતભાઇ શાહ પોતે નેબરોસ ફાર્મા લિમિડેટ કંપનીના માલિક છે. માં અંબા પ્રત્યે અપાર શ્રધ્ધાં ધરાવતા નવનિતભાઇએ મંદીરને સુવર્ણમય બનાવવામાં 1 કિલો સોનાનું દાન આપ્યુ છે. આજે અંબાજી મંદીરે વહીવટદારોને માઇભક્ત દ્રારા 1 કિલો સોનાના બિસ્કીટ આપવામાં આવ્યા હતા. આ સોનાનો ઉપયોગ મંદીરને સુવર્ણમય બનાવવામાં કરવામાં આવશે.