ACB@અમદાવાદ: ગાયોને જાહેરમાં ચરવા દેવા AMCનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર,અમદાવાદ ગુજરાત હાઇકોર્ટે અમદાવાદને રખડતા ઢોરથી મુક્ત કરવાનો આદેશ આપેલો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કર્મચારી ગાયોને શહેરી વિસ્તારમાં ચરવા દેવા માટે રૂપિયા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ગાયોને ચરવા દઇ ગાયોને નહીં પકડી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે એક ગૌપાલક પાસેથી સેનેટરી સબ ઇન્સપેક્ટર અમરતભાઇ
 
ACB@અમદાવાદ: ગાયોને જાહેરમાં ચરવા દેવા AMCનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર,અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદને રખડતા ઢોરથી મુક્ત કરવાનો આદેશ આપેલો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કર્મચારી ગાયોને શહેરી વિસ્તારમાં ચરવા દેવા માટે રૂપિયા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ગાયોને ચરવા દઇ ગાયોને નહીં પકડી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે એક ગૌપાલક પાસેથી સેનેટરી સબ ઇન્સપેક્ટર અમરતભાઇ ઘેલાભાઇ પટેલ (વર્ગ-3) દ્વારા 35 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.ગૌપાલકે સમગ્ર બાબતે એસીબીને જાણ કરતા ACB દ્વારા છટકું ગોઠવી ગુરૂવારે સેનેટરી સબ ઇન્સપેક્ટર અમરતભાઇ પટેલ તથા રોજમદાર મજુર રાજેશ પચાણભાઇ પરમારને રૂપિયા 3 હજારની લાંચ લેતા અમદાવાદના સુભાષસબ્રિજ પાસે આર.બી.આઇ. ક્વાટર્સના ગેટ નજીક ઝડપી લેવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, સેનેટરી સબ ઇન્સપેક્ટર અમરતભાઇ ઘેલાભાઇ પટેલ (વર્ગ-3) દ્વારા 35 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ગૌપાલક દ્વારા પહેલા 25 હજાર અને પછી 7 હજાર રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 3 હજાર રૂપિયાની માગણી કરવામાં આવતા આખરે ગૌપાલક દ્વારા આ અંગે એસીબીને જાણ કરવામાં આવી હતી.