ACB@અમદાવાદ: સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ રંગેહાથ લેતા ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે અમદાવાદ સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ રંગેહાથ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ સોલા સિવિલમાં આજે ગુરૂવારે ACBએ છટકું ગોઠવી RMO ડો. ઉપેન્દ્ર પટેલ સહિતબે ડોક્ડરોને 8 લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. ડો.ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો.શૈલેષ પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.
 
ACB@અમદાવાદ: સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ રંગેહાથ લેતા ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે અમદાવાદ સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ રંગેહાથ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ સોલા સિવિલમાં આજે ગુરૂવારે ACBએ છટકું ગોઠવી RMO ડો. ઉપેન્દ્ર પટેલ સહિતબે ડોક્ડરોને 8 લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. ડો.ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો.શૈલેષ પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. બંને ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની સોલા સિવિલમાં કોવિડ-19 અંગે દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફ નાઓને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ, સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓર્ડર થતા જે ઓર્ડર આધારે ફરીયાદીના ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-૧૯ અંગે ચા પાણી તથા જમવાનું પૂરૂ પાડેલ જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ બિલ રૂ.1,18,00,000 મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરી હતી. જે બાદમાં રકઝકના અંતે 16% લેખે રૂ.16,00,000ની લાંચની માંગણી કરી ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂ.10,00,000 લઇ લીધેલ હતા.

આ દરમ્યાન ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર 3 વર્ષ માટે મંજૂર કરવા બીજા રૂ.2,00,000ની લાંચ માંગેલ એમ મળી કુલ્લે રૂ.8,00,000ની લાંચની માંગણી કરી લાંચની માંગણીમાં બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી પાસેથી રૂ.8,00,000 માંગી સ્વીકારતાં ઝડપાઇ ગયા હતા.