ACB@ભૂજ: બાંધકામની મંજૂરી માટે 4 લાખની લાંચ લેતાં મહિલા સરપંચના પતિ સહિત 3 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ભૂજ ભૂજ તાલુકાના એક ગામના મહિલા સરપંચ વતી તેમના પતિ સહિત 3 વ્યક્તિ 4 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા છે. ભૂજ તાલુકાના એક ગ્રામ પંચાયત પાસે ફરીયાદીએ ઔઘોગિક બાંધકામની મંજૂરી માંગી હતી. જેથી મહિલા સરપંચે ફરીયાદી પાસે મંજૂરી આપવા અને અન્ય કોઇ કાર્યવાહી નહીં કરવા 5લાખની લાંચની માંગ કરી હતી. જે
 
ACB@ભૂજ: બાંધકામની મંજૂરી માટે 4 લાખની લાંચ લેતાં મહિલા સરપંચના પતિ સહિત 3 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ભૂજ

ભૂજ તાલુકાના એક ગામના મહિલા સરપંચ વતી તેમના પતિ સહિત 3 વ્યક્તિ 4 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા છે. ભૂજ તાલુકાના એક ગ્રામ પંચાયત પાસે ફરીયાદીએ ઔઘોગિક બાંધકામની મંજૂરી માંગી હતી. જેથી મહિલા સરપંચે ફરીયાદી પાસે મંજૂરી આપવા અને અન્ય કોઇ કાર્યવાહી નહીં કરવા 5લાખની લાંચની માંગ કરી હતી. જે બાદમાં ફરીયાદીએ 1 લાખ રૂપિયા આપ્યા બાદ વધુ લાંચ આપવા ઇચ્છુક ન હોઇ ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં મહિલા સરપંચ વતી તેમના પતિ સહિત અન્ય 2 સંબંધીઓ 4,00,000ની લાંચ સ્વિકારતાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ જીલ્લાના ભૂજ તાલુકાના કુકમા જુથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વતી લાંચ લેતાં તેમના પતિ સહિત 3 વ્યક્તિ ઝડપાયા છે. વિગતો મુજબ સ્થાનિક ફરીયાદી એક માઈન્સ અને મીનરલ્સ કંપનીમાં રેવન્યુને લગતું કામ કરતા હોઇ કંપનીના ઔઘોગીક બાંઘકામ કરવા માટે ગ્રામ પંચાયતની આકારણી તથા બાંઘકામ મંજૂરી કરી આપવા મહિલા સરપંચને રજૂઆત કરી હતી. જેથી સરપંચ કંકુબેન અમરતભાઈ મારવાડાએ મંજૂરી આપવા અને કંપની વિરૂદ્ધ અન્ય કોઈ કાર્યવાહી નહી કરવા રિયાદી પાસેથી 5,00,000ની લાંચ માંગ્યા બાદ 1,00,000 લાંચ રૂપે લઈ લીધા હતા. જે બાદમાં બાકીના 4,00,000ની લાંચ માટે તેઓએ પોતાના પતિ અને અન્ય સંબંધીને આપવા કહ્યું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ તેઓએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ભૂજ ACBએ ગઇકાલે રાત્રે ભૂજ હમીરસર તળાવના મહાદેવ ગેટ પાસે છટકું ગોઠવ્યું હતુ. જ્યાં મહિલા સરપંચના પતિ અમૃતભાઈ બેચરભાઈ મારવાડા અને તેમના સંબંધી રવજીભાઈ આચુભાઈ બોચીયા અને રીતેશભાઈ રવજીભાઈ બોચીયાને લાંચની રકમ રૂ.4,00,000 સ્વિકારતાં રંગેહાથે ઝડપી પાડ્યા હતા. સમગ્ર કાર્યવાહી ACB બોર્ડર એકમ ભૂજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ભૂજ ACB PI એમ.જે.ચૌધરી દ્રારા કરવામાં આવી હતી.