ACB@દાહોદ: 30 હજારની લાંચમાં ઝડપાયેલા ASIની જામીન અરજી કોર્ટે કરી નામંજૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક શહેરા પોલીસ સ્ટેશનના ASI 30 હજારની લાંચમાં ઝડપાયા બાદ તેની જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે. ગત દિવસોએ શહેરા તાલુકાના એક ગામના બુટલેગરને તુ દારૂનો ધંધો કર અને દીવાળી કરવાના ઉધરાણામાં 30 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. જે બાદમાં શહેરા પોલીસ સ્ટેશન ડી.સ્ટાફના ASIની જામીન અરજી ગોધરા સેશન્સ
 
ACB@દાહોદ: 30 હજારની લાંચમાં ઝડપાયેલા ASIની જામીન અરજી કોર્ટે કરી નામંજૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરા પોલીસ સ્ટેશનના ASI 30 હજારની લાંચમાં ઝડપાયા બાદ તેની જામીન અરજી કોર્ટે નામંજુર કરી છે. ગત દિવસોએ શહેરા તાલુકાના એક ગામના બુટલેગરને તુ દારૂનો ધંધો કર અને દીવાળી કરવાના ઉધરાણામાં 30 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. જે બાદમાં શહેરા પોલીસ સ્ટેશન ડી.સ્ટાફના ASIની જામીન અરજી ગોધરા સેશન્સ અદાલત દ્વારા નામંજુર કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોધરાના શહેરા પોલીસ સ્ટેશનમાં ડી.સ્ટાફમાં ફરજ બજાવતા ASI મહેન્દ્રસિંહ બારીઆએ ચુસ્ત દારૂબંધીનો અમલ કરવાના બદલે ચલાલી ગામના બુટલેગર સંજય બારીઆના ઘરે જઇને તે દારૂનો ધંધો કેમ બંધ કર્યો અને હવે ધંધો ચાલુ કર અને મને દિવાળી કરાવવા આવુ કહી 1,00,000ની માંગણી કરી હતી. એમાં રકઝકના અંતે 60 હજાર નક્કી કરવામાં આવ્યા હતા. મહેન્દ્રસિંહ બારીઆએ પોતાની ખાનગી કાર લઈ ચલાલી ગામે સંજય બારીઆના ઘરે જઇને 60 હજારના ઉધરાણામાંથી દમ મારીને 30 હજાર લઈ આવ્યા બાદ બાકીના ઉધરાણા માટે દબાણ શરૂ કર્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ તરફ સંજય બારીઆએ ACBના ટોલ ફ્રી નંબર 1064માં કરેલા સંર્પકના આધારે દાહોદ ACB PI એ.કે.અસાડાએ ગોઠવેલ છટકામાં ડી.સ્ટાફના ASI મહેન્દ્રસિંહ બારીઆ બુટલેગર પાસેથી 30 હજાર ઉધરાણાંની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. લાંચ લેતા ઝડપાયેલા આ મહેન્દ્રસિંહ બારીઆ દ્વારા ACB સ્પે.કોર્ટમાં નિયમીત જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેના સંર્દભમાં ગોધરા સ્થિત ચોથા એડીશનલ સેશન્સ જજ સ્પેશ્યલ અદાલત સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલો બાદ ASI મહેન્દ્રસિંહ બારીઆની જામીન અરજીને નામંજુર કરતો ચુકાદો સંભળાવ્યો હતો.