ACB@પંચમહાલ: બુટલેગર પાસે 30,000ની લાંચ લેતાં ASI રંગેહાથે ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક શહેરા તાલુકાના ગામે બુટલેગર પાસેથી 30 હજારની લાંચ લેતાં ASIને ACBએ રંગેહાથે ઝડપી લીધા છે. એએસઆઇએ સ્થાનિક બુટલેગર પાસે જઇ દિવાળીની માંગ કરી હતી. જે બાદમાં બુટલેગરે પ્રથમ એકવાર પૈસા આપ્યા બાદ ફરી માંગણી કરતાં તેને ACBને જાણ કરી હતી. જે બાદમાં દાહોદ ACBની ટીમે ફરીયાદીના ઘરે જ ટ્રેપ ગોઠવી ASIને લાંચની રકમ
 
ACB@પંચમહાલ: બુટલેગર પાસે 30,000ની લાંચ લેતાં ASI રંગેહાથે ઝડપાયાં

અટલ સમાચાર,ડેસ્ક

શહેરા તાલુકાના ગામે બુટલેગર પાસેથી 30 હજારની લાંચ લેતાં ASIને ACBએ રંગેહાથે ઝડપી લીધા છે. એએસઆઇએ સ્થાનિક બુટલેગર પાસે જઇ દિવાળીની માંગ કરી હતી. જે બાદમાં બુટલેગરે પ્રથમ એકવાર પૈસા આપ્યા બાદ ફરી માંગણી કરતાં તેને ACBને જાણ કરી હતી. જે બાદમાં દાહોદ ACBની ટીમે ફરીયાદીના ઘરે જ ટ્રેપ ગોઠવી ASIને લાંચની રકમ સ્વિકારતાં રંગેહાથે ઝડપી લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ બારીઆ લાંચ લેતાં ઝડપાયા છે. દિવાળી પહેલા શહેરા તાલુકાના ચલાલી ગામે રહેતા એક બુટલેગરના ઘરે જઈ તમે દારૂનો ધંધો ચાલુ કરો અને મને દિવાળી કરાવવી પડશે તેમ કહ્યું હતું. દિવાળી બાદ ASI મહેન્દ્રસિંહ બુટલેગરના ઘરે જઈ વ્યવહારના રૂપિયા 1 લાખની માંગણી કરી હતી. આ દરમ્યાન બુટલેગરે પોતે ધંધો નહિં કરતો હોવાનું જણાવ્યું હતું. જેના બાદ રકઝકના અંતે 60,000 લેવાનું નક્કી કરાયું હતું. જે પૈકી બુટલેગરે 25 નવેમ્બરના રોજ ASIને રૂ.30,000 આપ્યા હતા. ત્યારબાદ ASI દ્વારા લાંચના બાકી નાણાંની અવાર-નવાર માંગણી કરવામાં આવતી હતી. લાંચના બીજા 30,000 રૂપિયા બુટલેગર આપવા નહિં માંગતો હોવાથી બુટલેગરે દાહોદ ACB પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ACBએ ફરિયાદ આધારે ચલાલી ગામના ફરિયાદીના રહેણાંક મકાનમાં જ છટકું ગોઠવ્યું હતું. જેમાં શહેરા પોલીસ મથકમાં ફરજ બજાવતો ASI મહેન્દ્રસિંહ બારીઆને લાંચના 30,000 લેતા દાહોદ ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ASI લાંચ લેતા ઝડપાતા જીલ્લા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે.