ACB@રાધનપુરઃ ટાઉન પ્લાનર પાસેની રેકોર્ડીંગ ક્લીપથી ચીફ ઓફીસર ટેન્શનમાં

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર નગરપાલિકાના ટાઉન પ્લાનર રણછોડ ગજ્જર એસીબીમાં પકડાયા બાદ લાગતા વળગતા કર્મચારીઓ અને સ્થાનીક આગેવાનો ટેન્શનમાં આવી ગયા છે. ટાઉન પ્લાનર પાસે અગાઉથી જ કેટલીક રેકોર્ડીંગ ક્લીપ હોવાથી તપાસ વધુ તેજ બની છે. જેમાં ફરજ દરમિયાન ટાઉન પ્લાનરે અલગ-અલગ વ્યક્તિઓ અને કર્મચારીઓ સાથે કરેલી વાતચીતનું રેકોર્ડીંગ બહાર આવે તે પહેલા રાધનપુર પંથકમાં
 
ACB@રાધનપુરઃ ટાઉન પ્લાનર પાસેની રેકોર્ડીંગ ક્લીપથી ચીફ ઓફીસર ટેન્શનમાં

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર નગરપાલિકાના ટાઉન પ્લાનર રણછોડ ગજ્જર એસીબીમાં પકડાયા બાદ લાગતા વળગતા કર્મચારીઓ અને સ્થાનીક આગેવાનો ટેન્શનમાં આવી ગયા છે. ટાઉન પ્લાનર પાસે અગાઉથી જ કેટલીક રેકોર્ડીંગ ક્લીપ હોવાથી તપાસ વધુ તેજ બની છે. જેમાં ફરજ દરમિયાન ટાઉન પ્લાનરે અલગ-અલગ વ્યક્તિઓ અને કર્મચારીઓ સાથે કરેલી વાતચીતનું રેકોર્ડીંગ બહાર આવે તે પહેલા રાધનપુર પંથકમાં દોડધામ મચી ગઈ છે.

તાજેતરમાં રાધનપુર નગરપાલિકાના ટાઉન પ્લાનર રણછોડ ગજ્જરની લાંચરૂશ્વત કેસમાં પકડ બાદ તપાસ વેગવંતી બની છે. જેમાં ટાઉન પ્લાનર સાથે વિવિધ રીતે સંબંધો ધરાવતા કર્મચારીઓ, નગરસેવકો, કોન્ટ્રાક્ટરો અને ચીફ ઓફીસર સહિતના ટેન્શનમાં આવી ગયા છે. હકીકતે ટાઉન પ્લાનરે ફરજના ભાગરૂપે અલગ-અલગ વ્યક્તિઓ સાથે અનેકવાર વાતચીત કરેલી હતી. જેના રેકોર્ડીંગ પોતાના જ મોબાઈલમાં સેવ કરેલા હવે મુસીબત થઈ સામે આવે તેવી ભીતિ સેવાઈ છે. આથી ચીફ ઓફીસરથી માંડી લાગતા વળગતા તમામ ઈસમો રેકોર્ડીંગ ક્લીપ તપાસનો ભાગ ન બને તે માટે મુંઝવણમાં અને ટેન્શનમાં આવ્યા છે.