ACB@સુરત: ટેમ્પો ચાલક પાસે 4,000ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ સહિત 3 ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કાળ વચ્ચે સુરતમાં લાંચ લેતાં હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઈસમો રંગે હાથ ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ છે. શહેરમાં પ્રવેશેલા ટેમ્પો ચાલક પાસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા હપ્તા પેટે 12,000ની માંગણી કરવામાં આવી હતી. જે બાદમાં પ્રથમ 8,000 આપ્યા બાદ બીજા દિવસે 4,000 આપવાનું નક્કી થયું હતું. આ તરફ ફરિયાદી
 
ACB@સુરત: ટેમ્પો ચાલક પાસે 4,000ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ સહિત 3 ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કાળ વચ્ચે સુરતમાં લાંચ લેતાં હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઈસમો રંગે હાથ ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ છે. શહેરમાં પ્રવેશેલા ટેમ્પો ચાલક પાસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા હપ્તા પેટે 12,000ની માંગણી કરવામાં આવી હતી. જે બાદમાં પ્રથમ 8,000 આપ્યા બાદ બીજા દિવસે 4,000 આપવાનું નક્કી થયું હતું. આ તરફ ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઈ ACB ને જાણ કરતાં છટકું ગોઠવાયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના છેવાડે આવેલ વરીયાવ રોડની ચેકપોસ્ટ પર જહાંગીરપુરા પોલીસના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયાં છે. અનાજ કરિયાણાનો વેપાર કરતો ફરિયાદી ટેમ્પો લઈ આવતાં આરોપીએ ચાલકને અટકાવી તમે ગેરકાયદેસર રીતે શહેરમાં પ્રવેશો છો એવું કહે છે અને તમારે મોટો દંડ ભરવો પડશે. જો દંડ નહીં ભરો તો તમારે હપ્તા આપવા પડશે આવું કંઈ પોલીસ કર્મીએ 12,000ની માંગણી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીએ ફરિયાદી પાસેથી પ્રથમ 8 હજાર રૂપિયા લઈ લીધા બાદ 4000 રૂપિયા બીજા દિવસે લેવાનું નક્કી કર્યું હતું. આ તરફ ફરિયાદી એ ACB ને જાણ કરતાં ટ્રેપ ગોઠવી હતી. આ દરમ્યાન વરિયાવ ગામ નજીક આવેલા નહેર પાસેની નક્કી કરેલી જગ્યા પર પોલીસકર્મી સહિત તેના બે ખાનગી માણસોને પણ લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી લીધા હતા.