ACB@મોડાસા: જમીનના નકશા બાબતે 2000ની લાંચ લેતાં નગર નિયોજક અને વચેટીયો ઝબ્બે

અટલ સમાચાર, મોડાસા મોડાસામાં આજે ટાઉન પ્લાનિંગ ઓફીસમાં ACBની સફળ રેઇડ કરવામાં આવી હતી. જેમાં ટાઉન પ્લાનિંગ ઓફીસર વતી લાંચ લેતાં વચેટીયાને ACBએ રંગેહાથે ઝડપી લીધો હતો. આ સાથે ટાઉન પ્લાનિંગ ઓફીસરે પણ લાંચ બાબતે કન્ફર્મેશન આપતાં તેમને પણ ડીટેઇન કરવામાં આવ્યા છે. મિલ્કતના નકશા બાબતે ઓફીસરે વચેટીયાને લાંચના પૈસા આપવા કહેતાં ફરીયાદીએ ACBમાં જાણ
 
ACB@મોડાસા: જમીનના નકશા બાબતે 2000ની લાંચ લેતાં નગર નિયોજક અને વચેટીયો ઝબ્બે

અટલ સમાચાર, મોડાસા

મોડાસામાં આજે ટાઉન પ્લાનિંગ ઓફીસમાં ACBની સફળ રેઇડ કરવામાં આવી હતી. જેમાં ટાઉન પ્લાનિંગ ઓફીસર વતી લાંચ લેતાં વચેટીયાને ACBએ રંગેહાથે ઝડપી લીધો હતો. આ સાથે ટાઉન પ્લાનિંગ ઓફીસરે પણ લાંચ બાબતે કન્ફર્મેશન આપતાં તેમને પણ ડીટેઇન કરવામાં આવ્યા છે. મિલ્કતના નકશા બાબતે ઓફીસરે વચેટીયાને લાંચના પૈસા આપવા કહેતાં ફરીયાદીએ ACBમાં જાણ કરતાં કાર્યવાહી કરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસામાં આજે ટાઉન પ્લાનિંગ ઓફીસર રૂ.2000ની લાંચ લેતાં ઝડપાયા છે. પંથકના અરજદારે બીનખેતી જમીનના મંજુર થયેલ નકશા અને તેની મંજુરીની શરતોની સર્ટીફાઇડ નકલો મેળવવા ટાઉન પ્લાનિંગ ઓફીસમાં અરજી કરી હતી. નગર નિયોજક વર્ગ-1 કીરીટકુમાર ચંદુલાલ રાવલ ફરીયાદીને અવાર-નવાર કચેરીના ધક્કા ખવડાવી નકલો આપતાં ન હતા. જે બાદમાં નકલો આપવા ફરીયાદી પાસે રૂ.2000ની લાંચ માંગી તે રકમ વચેટીયા પ્રતિક નૈમેષભાઇ જયસ્વાલને આપવા કહ્યું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ તેમને ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACB ગાંધીનગર એકમના મદદનિશ નિયામક, એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ અરવલ્લી ACB PI સી.ડી.વણઝારાએ બહુમાળી ભવનમાં ટાઉન પ્લાનિંગ કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. આ દરમ્યાન આજે નગર નિયોજક વતી લાંચની રકમ સ્વિકારતાં વચેટીયો પ્રતિક આબાદ ઝડપાઇ ગયો હતો. આ તરફ ACBને નગર નિયોજકે લાંચ બાબતે કન્ફર્મેશન આપતાં કુલ 2 આરોપીઓને ડીટેઇન કરવામાં આવ્યા છે.