અકસ્માત@અમદાવાદ: ડમ્પરે ચાર વાહનોને અડફેટે લીધા, ત્રણનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મંગળવારે મોડી રાતે ડમ્પર ચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતા તેમને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે તોડફોડ મચાવતા નાસભાગ મચી ગઇ હતી. લોકોએ ડમ્પર ચાલકને ઘેરી લઇને માર માર્યો હતો. આ
 
અકસ્માત@અમદાવાદ: ડમ્પરે ચાર વાહનોને અડફેટે લીધા, ત્રણનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મંગળવારે મોડી રાતે ડમ્પર ચાલકે ચારથી વધુ વાહનોને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતા તેમને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે તોડફોડ મચાવતા નાસભાગ મચી ગઇ હતી. લોકોએ ડમ્પર ચાલકને ઘેરી લઇને માર માર્યો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, મહેશ કાર્ટિંગ નામની કંપનીનું ડમ્પર ગઇકાલે મોડી રાતે ખોખરા વિસ્તારમાંથી પસાર થતું હતું. ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા નજીક આવેલા અનુપમ સિનેમા પાસેના રોડ પર ચાર વાહનચાલકોને અડફેટે લીધા હતાં. આ ગોઝારા અકસ્માતમાં રાતે એક મહિલા સહિત બે વ્યક્તિનાં મૃત્યું થયા હતા. જ્યારે આજે વહેલી સવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બેથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં માટે ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અકસ્માતને પગલે ત્યાં રહેલા લોકો ઉશ્કેરાયા હતાં. જે બાદ તેમણે ડમ્પર ચાલકને ઘેરી લીધો હતો. જે બાદ તેને નીચે ઉતારીને માર મારતાં પરિસ્થિતિ વણસી હતી. જોકે, સ્થાનિક પોલીસની મધ્યસ્થી બાદ મામલો થાડે પડ્યો હતો. પોલીસનાં 12થી વધુ વાહનો સ્થળ પર પહોંચી ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ માંગણી કરી હતી કે, મોડી રાત્રે ફૂલસ્પીડમાં દોડતા ડમ્પર ચાલક પર આકરા પગલા લેવામાં આવે.