અકસ્માત@ભાભર: વાહનની ટક્કરમાં 1 મોત બાદ બીજાનું ચાલુ સારવારે મોત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) ભાભરના તેતરવા-રડકા માર્ગ પર બપોરે બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સમયે બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયા બાદ અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિનું પણ સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે. સુઇગામ પોલીસે બંને મૃતદેહોની પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. નોંધનિય છે કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે છાશવારે
 
અકસ્માત@ભાભર: વાહનની ટક્કરમાં 1 મોત બાદ બીજાનું ચાલુ સારવારે મોત

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

ભાભરના તેતરવા-રડકા માર્ગ પર બપોરે બાઇક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સમયે બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયા બાદ અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિનું પણ સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે. સુઇગામ પોલીસે બંને મૃતદેહોની પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. નોંધનિય છે કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે છાશવારે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના તેતરવા-રડકા માર્ગ પર બપોરે બાઇક અને છકડાના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં સુઇગામ તાલુકાના કુંભારખા ગામના મુકેશભાઇ રાયમલભાઇ ચૌધરી અને ભરડવા ગામના જેતાભાઇ પાંચાભાઇ પટેલ બાઇક લઇને પસાર થતાં હતા. આ દરમ્યાન તેતરવા-રડકા પાસે અકસ્માત સર્જાતા મુકેશભાઇનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જોકે જેતાભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયાનું સામે આવ્યુ છે.