દુર્ઘટના@ભિલોડા: કારચાલક બાઇકને ટક્કર મારી ફરાર, આશાસ્પદ યુવકનું મોત

અટલ સમાચાર, ભિલોડા કોરોના મહામારી વચ્ચે ભિલોડા તાલુકાના ગામે કારે બાઇકચાલકે અડફેટે લેતાં એકનું મોત થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે સાંજના સમયે એક યુવક બાઇક લઇને રીંટોડા નજીકથી પસાર થતો હતો. આ દરમ્યાન રીંટોડા નજીક બેફાર કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર સહિત બે લોકો નીચે પટકાયા હતા. જે બાદ એક યુવકનું સારવાર દરમ્યાન મોત
 
દુર્ઘટના@ભિલોડા: કારચાલક બાઇકને ટક્કર મારી ફરાર, આશાસ્પદ યુવકનું મોત

અટલ સમાચાર, ભિલોડા

કોરોના મહામારી વચ્ચે ભિલોડા તાલુકાના ગામે કારે બાઇકચાલકે અડફેટે લેતાં એકનું મોત થયાનું સામે આવ્યુ છે. ગઇકાલે સાંજના સમયે એક યુવક બાઇક લઇને રીંટોડા નજીકથી પસાર થતો હતો. આ દરમ્યાન રીંટોડા નજીક બેફાર કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર સહિત બે લોકો નીચે પટકાયા હતા. જે બાદ એક યુવકનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવારજને કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રીંટોડા નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં એક આશાસ્પદ યુવકનું મોત થયુ છે. મૂળ કિશનગઢ ગામનો કિરણ લક્ષ્મણભાઇ કોટવાલ અને તેનો મિત્ર જીગર સુરેશભાઇ અસારી સાથે ગઇકાલે મોડીસાંજે બાઇક લઇને નિકળ્યો હતો. આ દરમ્યાન રીંટોડા નજીકથી પસાર થતી વખતે સામેથી આવતી કારે તેમને ટક્કર મારતાં બંને નીચે પટકાયા હતા. જે બાદ બંનેને સારવાર અર્થે ખસેડ્યા બાદ એકનું મોત થયુ હતુ. જેને લઇ મૃતકના પિતાએ અજાણ્યા ઇસમો સામે આઇપીસીની કલમ 279,337,338,304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177,184,134(b)મુજબ ફરીયાદ દાખલ કરાવી છે.