અકસ્માત@ભિલોડા: બેફામ પીકઅપ ડાલાએ રીક્ષાને અડફેટે લીધી, ચાલકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા-ધોલવાણી ત્રણ રસ્તા પાસે બેફામ ડાલાએ રીક્ષાને અડફેટે લેતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત દિવસોએ વહેલી સવારે એક પીક અપડાલાના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં ચાલકને બંને પગે તથા પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેમને તાત્કાલિક ભિલોડા ત્યાર બાદ હિંમતનગર અને
 
અકસ્માત@ભિલોડા: બેફામ પીકઅપ ડાલાએ રીક્ષાને અડફેટે લીધી, ચાલકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા-ધોલવાણી ત્રણ રસ્તા પાસે બેફામ ડાલાએ રીક્ષાને અડફેટે લેતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગત દિવસોએ વહેલી સવારે એક પીક અપડાલાના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં ચાલકને બંને પગે તથા પેટના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તેમને તાત્કાલિક ભિલોડા ત્યાર બાદ હિંમતનગર અને છેલ્લે વધુ ઇજાઓ હોઇ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અમદાવાદ સારવાર દરમ્યાન રીક્ષાચાલકનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ મૃતકના પિતાએ અજાણ્યાં ડાલા ચાલક સામે ભિલોડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડામાં માર્ગ અકસ્માતની ઘટના બાદ યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ભિલોડાના આંબાબાર ગામે રહેતાં મુકેશભાઇ નાનજીભાઇ મેણાત તા.22/02/2021 ના રોજ રીક્ષામાં પેસેન્જર બેસાડી નિકળ્યાં હતા. આ દરમ્યાન ધોલવાણી ત્રણ રસ્તાથી આગળ મણીબા પેટ્રોલપંપ પાસે સવારે સાડા નવેક વાગે ભિલોડા તરફથી એક પાણીનું ડાલું પુરઝડપે આવતું હોઇ રીક્ષાને ટક્કર મારી હતી. જેથી રીક્ષાચાલક મુકેશભાઇને બંને પગે અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ મુકેશભાઇને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ અમદાવાદમાં સારવાર વચ્ચે તેમનું મોત થયુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં વધી રહેલ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગત દિવસોએ ગમખ્વાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને પહેલાં ભિલોડા દવાખાને લઇ જવાયા હતા. જે બાદમાં હિંમતનગર સિવીલ અને છેલ્લે અમદાવાદ લઇ જવાયા હતા. જોકે અમદાવાદમાં સારવાર દરમ્યાન તા.2-3-2021ના રોજ સાંજે તેમનું મોત થયુ હતુ. ઘટનાને લઇ મૃતકના પિતાએ ફરાર ડાલા ચાલક સામે ભિલોડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.