અકસ્માત@ભિલોડા: બેફામ કારની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત, ફરાર ચાલક સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા તાલુકાના ગામે 26મી જાન્યુઆરીના દિવસે યુવકનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે બાઇક લઇને પસાર થતાં યુવકને એક અજાણ્યાં કારચાલકે અડફેટે લીધો હતો. જેમાં યુવકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ તરફ કારચાલક ત્યાંથી ફરાર થઇ ગયા બાદ ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં
 
અકસ્માત@ભિલોડા: બેફામ કારની ટક્કરે બાઇકસવાર યુવકનું મોત, ફરાર ચાલક સામે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે 26મી જાન્યુઆરીના દિવસે યુવકનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે સાંજે બાઇક લઇને પસાર થતાં યુવકને એક અજાણ્યાં કારચાલકે અડફેટે લીધો હતો. જેમાં યુવકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ તરફ કારચાલક ત્યાંથી ફરાર થઇ ગયા બાદ ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં લાવતાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઇ મૃતકના ભાઇએ ફરાર કારચાલક સામે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા પંથકના રીંટોડા ગામ પાસે અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ભિલોડા તાલુકાના વેજપુર ગામના મુકુન્દરભાઇ પાંડોરે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઇકાલે સાંજે તેઓ ઘરે હતા. આ દરમ્યાન તેમના મામાનો ફોન આવેલ કે, તારા ભાઇ સીકન્દરને રીંટોડા પાસે કારચાલકે અડફેડે લેતાં અકસ્માત થયો છે. જેથી ફરીયાદી પરિવાર સાથે ભિલોડા સિવીલ હોસ્પિટલમાં પહોંચતાં તબીબોએ ઇજાગ્રસ્ત યુવકને મૃત જાહેર કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક યુવક બાઇક લઇને રીંટોડા તરફ જતાં દરમ્યાન શામળાજી તરફથી આવતી કારે ટક્કર મારી હતી. જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક ભિલોડા સારવાર અર્થે ખસેડ્યા બાદ તેનુ મોત થયુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ તરફ મૃતકના ભાઇએ ફરાર કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.