દુર્ઘટના@બાયડ: રસ્તો પસાર કરતી મહિલાને ટ્રકની ટક્કર, ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, બાયડ કોરોના મહામારી વચ્ચે બાયડમાં મહિલાને અકસ્માત નડતાં તેનું ઘટના સ્થળે જ મોત થયુ છે. આજે સવારના સમયે દૂધ લેવા જતી વખતે મહિલાને ટ્રકે ટક્કર મારતાં રસ્તા પર પટકાઇ હતી. જોકે રસ્તા પર પટકાયા બાદ ટ્રકનું ટાયર ફરી વળતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઈ ફરાર થઈ જતા
 
દુર્ઘટના@બાયડ: રસ્તો પસાર કરતી મહિલાને ટ્રકની ટક્કર, ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર, બાયડ

કોરોના મહામારી વચ્ચે બાયડમાં મહિલાને અકસ્માત નડતાં તેનું ઘટના સ્થળે જ મોત થયુ છે. આજે સવારના સમયે દૂધ લેવા જતી વખતે મહિલાને ટ્રકે ટક્કર મારતાં રસ્તા પર પટકાઇ હતી. જોકે રસ્તા પર પટકાયા બાદ ટ્રકનું ટાયર ફરી વળતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઈ ફરાર થઈ જતા અકસ્માતના પગલે દોડી આવેલ પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અકસ્માતના પગલે દોડી આવેલ મહિલાના પરિવારજનોને માથે આભ ફાટી પડવાની સ્થિતિ બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડ-મોડાસા હાઈવે પર આવેલી સત્યમ સોસાયટી આગળ આજે સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે દૂધ લેવા જતી વખતે મહિલા રોડ ક્રોસ કરવા ઉભી હતી. આ દરમ્યાન ત્યાંથી પસાર થતા ટ્રકે અડફેટે લેતા મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં આજુબાજુથી લોકો ઉમટતા હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પુર્વરત કરાવી મૃતક મહિલાની લાશને પીએમ માટે દવાખાને ખસેડી સાબીરમીયા યાસીનમીયા ચૌહાણની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ચાલાક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.