અકસ્માત@ચાણસ્મા: કારની ટક્કરે 1 વર્ષિય બાળકીનું મોત, બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) ચાણસ્મા તાલુકાના ગામે બાઇક પર જતાં પિતા-પુત્રી અને અન્ય એક યુવકને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 1 વર્ષિય બાળકીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ સાથે બાઇક સવાર અન્ય 2 યુવકોને ઇજાઓ પહોંચી હોઇ તેમની હાલ સારવાર ચાલુ છે. સમગ્ર મામલે
 
અકસ્માત@ચાણસ્મા: કારની ટક્કરે 1 વર્ષિય બાળકીનું મોત, બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

ચાણસ્મા તાલુકાના ગામે બાઇક પર જતાં પિતા-પુત્રી અને અન્ય એક યુવકને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 1 વર્ષિય બાળકીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ સાથે બાઇક સવાર અન્ય 2 યુવકોને ઇજાઓ પહોંચી હોઇ તેમની હાલ સારવાર ચાલુ છે. સમગ્ર મામલે મૃતકના કાકાએ ચાણસ્મા પોલીસ મથકે ફરાર કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં 1 બાળકીનું મોત થયુ છે. લણવાના જીગલજી, સંજયજી અને તેમની 1 વર્ષિય બાળકી અર્પિતા બાઇક લઇને જતાં હતા. આ દરમ્યાન લણવા પુલ પર બેફામ ગતિએ આવતી સેલેરીયો કારના ચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં 1 બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ લોહીલુહાણ બની હતી. આ સાથે જીગલજી અને સંજયજીને પણ ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં 1 વર્ષિય માસૂમ બાળકીનું સારવાર દરમ્યાન કરૂણ મોત થયુ હતુ. આ સાથે બંનેની સારવાર હાલ ચાલુ હોવાનું સામે આવ્યુ છે.

અકસ્માત@ચાણસ્મા: કારની ટક્કરે 1 વર્ષિય બાળકીનું મોત, બાઇક સવાર 2 લોકો ઇજાગ્રસ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા-ચાણસ્મા હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં 1 વર્ષિય બાળકીના મોતથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ગઇકાલે સાંજે સર્જાયેલા અકસ્માતની જાણ થતાં લણવા ઘનશ્યામ પાર્લરના ઘનશ્યામ ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. જ્યાં ચાલક અકસ્માત સર્જીને કાર સ્થળ પર જ મુકીને નાસી છુટ્યો હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે ઘનશ્યામ ઠાકોરે ફરાર કારચાલક સામે ફરીયાદ નોંધાવી છે. ચાણસ્મા પોલીસે ફરાર કાર ચાલક સામે આઇપીસી 279, 304a, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134, 181, 187 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.