અકસ્માત@કાંકરેજઃ પુરપાટ ઝડપે દોડતા વાહનની ટક્કર, યુવકનું કરૂણ મોત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) ગુજરાતમાં અકસ્માતથી કેટલાય મોત થાય છે તેમ છતા હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો અટકતો નથી. આજે અકસ્માતબનાસકાંઠા જીલ્લાના જુદા જુદા સ્થળેથી સામે આવ્યા છે. બનાસકાંઠામાં હિટ એન્ડ રનમાં કિસ્સાઓ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વાહને યુવકને અડફેટે લીધો હતો જેમાં તેનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતુ. અકસ્માત હાઇવે ઉપર સર્જાતા ટ્રાફિક
 
અકસ્માત@કાંકરેજઃ પુરપાટ ઝડપે દોડતા વાહનની ટક્કર, યુવકનું કરૂણ મોત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

ગુજરાતમાં અકસ્માતથી કેટલાય મોત થાય છે તેમ છતા હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો અટકતો નથી. આજે અકસ્માતબનાસકાંઠા જીલ્લાના જુદા જુદા સ્થળેથી સામે આવ્યા છે. બનાસકાંઠામાં હિટ એન્ડ રનમાં કિસ્સાઓ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વાહને યુવકને અડફેટે લીધો હતો જેમાં તેનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતુ. અકસ્માત હાઇવે ઉપર સર્જાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. અકસ્માતને પગલે થરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ આવી ટ્રાફિક હળવો કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી હાઇવે રોડ વડા ડુગરાસર ઉપર અજાણ્યા વાહનની અડફેટે પોપટજી ધારસિંહજી ઉણેચા નામના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું છે. યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળઉપર મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસે આશાસ્પદ યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.