દુર્ઘટના@દાંતા: છકડો પલટી જતાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત, એકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, દાંતા દાંતા તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટના બાદ એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે છકડો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા અને એક પુરૂષ ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં ઇજાગ્રસ્તોને અંબાજી કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ પુરૂષને માથાના
 
દુર્ઘટના@દાંતા: છકડો પલટી જતાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત, એકનું સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, દાંતા

દાંતા તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટના બાદ એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે બપોરના સમયે છકડો પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલા અને એક પુરૂષ ઇજાગ્રસ્ત બન્યા હતા. જે બાદમાં ઇજાગ્રસ્તોને અંબાજી કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ પુરૂષને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક પાલનપુર સીવીલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. ઘટના બાદ મૃતકના ભાઇએ છકડાં ચાલક સામે હડાદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના જવારા ગામે છકડો પલટી જતાં અકસ્માત થયો હતો. ગઇકાલે ખાનગી છકડામાં બેસી મૃતક અને અન્ય બે મહિલાઓ હડાદ જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન શ્રી રામ ફેક્ટરી આગળ ચાલકે કાબૂ ગુમાવતાં છકડો પલટી મારી ગયો હતો. જે બાદમાં છકડાનો ચાલક ફરાર થઇ ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતુ. આ તરફ છકડો પલટી મારી જતાં જેઠાભાઇ અને અન્ય બે મહિલાઓ ઇજાગ્રસ્ત બનતાં તાત્કાલિક સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જેઠાભાઇને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી પણ પાલનપુરની માં આઇશીયુ હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન તેમનું ગતરાત્રે મોત થયુ હતુ. જે બાદમાં મૃતકના કુટુંબી ભાઇ બાબુભાઇ રોઇશા (આદીવાસી)એ ફરાર છકડાં ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. હડાદ પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 117, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.