દુર્ઘટના@દાંતા: બેફામ જીપ ચાલકે બાઇકને ટક્કર મારી, મુસાફર મહિલાનું સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દાંતા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. ગઇકાલે સંબંધીના ઘરેથી પરત ફરતી વખતે કમાન્ડર જીપમાં બેસી પરિવાર જતો હતો. આ દરમ્યાન કમાન્ડર ચાલકે કાબૂ ગુમાવતાં બાઇકને ટક્કર મારી હતી. જે બાદમાં બાઇક વચ્ચેની સીટમાં બેસેલ મહિલાને અથડાયું હતુ. આ સાથે
 
દુર્ઘટના@દાંતા: બેફામ જીપ ચાલકે બાઇકને ટક્કર મારી, મુસાફર મહિલાનું સારવાર વચ્ચે મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાંતા પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. ગઇકાલે સંબંધીના ઘરેથી પરત ફરતી વખતે કમાન્ડર જીપમાં બેસી પરિવાર જતો હતો. આ દરમ્યાન કમાન્ડર ચાલકે કાબૂ ગુમાવતાં બાઇકને ટક્કર મારી હતી. જે બાદમાં બાઇક વચ્ચેની સીટમાં બેસેલ મહિલાને અથડાયું હતુ. આ સાથે કમાન્ડર જીપની પાઇપો પણ વાગતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમ્યાન મોત થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા પંથકના કુવારશી ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના જાંબુડી ફળો ગણવાનો પરિવાર સંબંધીને મળી વાગડાસાથી પરત ઘરે જઇ રહ્યો હતો. આ દરમ્યાન દાંતાથી કમાન્ડર જીપમાં બેસી જતાં દરમ્યાન કુવારશી ગામ પાસે ચાલકે કાબૂ ગુમાવતાં એક બાઇકને ટક્કર મારી હતી. જે બાદમાં બાઇક વચ્ચેની સીટમાં બેસેલાં મીરાંબેન ઉપર પડતાં અને જીપની પાઇપો પણ વાગતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અકસ્માતની ઘટનામાં બાઇક સવારને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ છે. આ તરફ કમાન્ડર જીપમાં મહિલાને તાત્કાલિક દાંતા દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જોકે મીરાંબેનને પેટના ભાગે અને શરીરે વધતી ઓછી ઇજાઓ પહોંચી હોવાથી સારવાર દરમ્યાન તેમનું મોત થતાં પરિવાર શોકમગ્ન બની ગયો છે. ઘટનાને લઇ મૃતકના પુત્ર કરણભાઇ ધ્રાંગી(આદીવાસી)એ કમાન્ડર જીપના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. આ તરફ હડાદ પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 279, 337, 338, 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.