અકસ્માત@ડીસા: રસ્તો ક્રોસ કરતાં આધેડનું કારની ટક્કરે મોત, ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડીસા ડીસા તાલુકાના ગામ નજીક અકસ્માતની ઘટનામાં આધેડનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. આજે સવારના સમયે રસ્તો ક્રોસ કરી રહેલાં આધેડને અજાણ્યાં કાર ચાલકે અડફેટે લીધા હતા. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને કારચાલક નાસી છુટ્યો
 
અકસ્માત@ડીસા: રસ્તો ક્રોસ કરતાં આધેડનું કારની ટક્કરે મોત, ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડીસા

ડીસા તાલુકાના ગામ નજીક અકસ્માતની ઘટનામાં આધેડનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. આજે સવારના સમયે રસ્તો ક્રોસ કરી રહેલાં આધેડને અજાણ્યાં કાર ચાલકે અડફેટે લીધા હતા. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ. આ તરફ અકસ્માત સર્જીને કારચાલક નાસી છુટ્યો હોઇ મૃતકના સગાએ અજાણ્યાં ફરાર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર માલમે ભીલડી પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના લોરવાડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. ભાભરના તેરવાડા ગામે ઇંટો પાડવાનું કામ કરતાં મફાભાઇ સોમાભાઇ ઓડ આજે સવારે રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમ્યાન લોરવાડા બસ સ્ટેન્ડ પાસે અજાણ્યો કારચાલક તેમને ટક્કર મારી નાસી છુટ્યો હતો. જે બાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મફાભાઇને તાત્કાલિક 108 દ્રારા સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે સારવાર વચ્ચે તેમનું મોત થયુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે વહેલી સવારે બનેલ અકસ્માતની ઘટનામાં આધેડનું મોત થતાં પરીજનો શોકમગ્ન બન્યા છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો તાત્કાલિક ડીસા સિવીલમાં દોડી ગયા હતા. આ તરફ અકસ્માત સર્જીને અજાણ્યો કારચાલક પણ ફરાર થઇ ગયો હોઇ તેની સામે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ભીલડી પોલીસે અજાણ્યાં ફરાર કારચાલક વિરૂધ્ધ આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.