દુર્ઘટના@ડીસા: રસ્તો ઓળંગતા અજાણ્યા વાહનની ટક્કરે માતાનું મોત, બાળક ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ડીસા-આખોલ હાઇવે પર મોડીરાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રાત્રે હાઇવે પરથી માર્ગ ઓળંગી રહેલા મહિલા અને બાળકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. જે બાદમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ તરફ બાળકને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં
 
દુર્ઘટના@ડીસા: રસ્તો ઓળંગતા અજાણ્યા વાહનની ટક્કરે માતાનું મોત, બાળક ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ડીસા-આખોલ હાઇવે પર મોડીરાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે રાત્રે હાઇવે પરથી માર્ગ ઓળંગી રહેલા મહિલા અને બાળકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. જે બાદમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ તરફ બાળકને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિકો સહિત વાહનચાલકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ડીસા: રસ્તો ઓળંગતા અજાણ્યા વાહનની ટક્કરે માતાનું મોત, બાળક ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના ડીસા-આખોલ હાઇવે પર ગત રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. એક 30 વર્ષિય મહિલા અને 07 વર્ષિય બાળક રસ્તો ઓળંગી રહ્યા દરમ્યાન અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. ઘટનામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જે બાદમાં ઇજાગ્રસ્ત બાળકને 108માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ.

દુર્ઘટના@ડીસા: રસ્તો ઓળંગતા અજાણ્યા વાહનની ટક્કરે માતાનું મોત, બાળક ઇજાગ્રસ્ત
જાહેરાત

આ તરફ અલ્પેશસીંહ ગણુભા દરબારે અજાણ્યા ઇસમ સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે અજાણ્યા ઇસમ સામે આઇપીસીની કલમ 279,337,304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177,184,134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.