દુર્ઘટના@ડીસા: બેફામ ટ્રકે ટીફીન લઇ જતાં યુવકને અડફેટે લીધો, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ડીસા તાલુકાના ગામે આજે બપોરના સમયે અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. આજે બપોરના સમયે હાથમાં ટીફીન લઇને ચાલતાં જતાં યુવકને પાછળથી એક ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અડફેટે લીધો હતો. જેથી તાત્કાલિક યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત થયુ હતુ. સમગ્ર મામલે સ્થાનિક
 
દુર્ઘટના@ડીસા: બેફામ ટ્રકે ટીફીન લઇ જતાં યુવકને અડફેટે લીધો, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામે આજે બપોરના સમયે અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. આજે બપોરના સમયે હાથમાં ટીફીન લઇને ચાલતાં જતાં યુવકને પાછળથી એક ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અડફેટે લીધો હતો. જેથી તાત્કાલિક યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત થયુ હતુ. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. કુચાવાડા ગામના રોહીતભાઇ હરેશભાઇ ઠાકોર (ઉ.વ.18) આજે બપોરના સમયે ટીફીન લઇને બજરંગ હોટલ પાસેથી ચાલતો જતો હતો. આ દરમ્યાન એક બેફામ ટ્રકે તેને અડફેટે લેતાં માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તરફ યુવકને ડીસા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડતાં તેનુ મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના પિતાએ અજાણ્યાં ફરાર ટ્રકચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.