દુર્ઘટના@ઇડર: સાયકલ પર જતાં 3 વ્યક્તિને ટ્રકે અડફેટે લીધા, 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડર તાલુકાના ગામ નજીક સાયકલ પર જતાં 3 વ્યક્તિને બેફામ ટ્રકે અડફેટે લેતાં 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. ગઇકાલે સાંજના સમયે પોલીસ સ્ટેશનથી પોતાના ઘર તરફ સાયકલ લઇને ત્રણ વ્યક્તિ જતાં હતા. આ દરમ્યાન પાછળથી બેફામ સ્પિડમાં આવતી ટ્રકે સાયકલને અડફેટે લેતાં એક વ્યક્તિ સાયકલ સાથે સાઇડમાં
 
દુર્ઘટના@ઇડર: સાયકલ પર જતાં 3 વ્યક્તિને ટ્રકે અડફેટે લીધા, 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડર તાલુકાના ગામ નજીક સાયકલ પર જતાં 3 વ્યક્તિને બેફામ ટ્રકે અડફેટે લેતાં 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. ગઇકાલે સાંજના સમયે પોલીસ સ્ટેશનથી પોતાના ઘર તરફ સાયકલ લઇને ત્રણ વ્યક્તિ જતાં હતા. આ દરમ્યાન પાછળથી બેફામ સ્પિડમાં આવતી ટ્રકે સાયકલને અડફેટે લેતાં એક વ્યક્તિ સાયકલ સાથે સાઇડમાં પડ્યા હતા. આ તરફ અન્ય 2 વ્યક્તિ ટ્રકના ટાયર નીચે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાને લઇ મૃતકના સગાએ ટ્રકચાલક સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર પંથકના વણાગલા રોડે સુરપુર પાટીયા પાસે અકસ્માતની ઘટનામાં બે લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ગઇકાલે સાંજના સમયે રમેશભાઇ ધુળાભાઇ પારધી તેમના પુત્ર અને સાળાને બાઇક ચોરી કેસમાં ઇડર પોલીસે પકડ્યાં હોઇ તેમને મળીને ઘરે જઇ રહ્યા હતા. આ દરમ્યાન તેમની સાથે તેમનો પુત્ર રાજુ તથા સાળા મોતાભાઇ હતા. સાંજના સમયે વલાસણા રોડે સુરપુર પાટીયા પાસે એક ટ્રકવાળાએ એકદમ નજીકથી નીકળી પડખાની ટક્કર મારતાં સાયકલચાલક ફંગોળાઇને સાઇડમાં પડ્યા હતા. જોકે અન્ય બે વ્યક્તિઓ ટ્રકમાં આવી જતાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

દુર્ઘટના@ઇડર: સાયકલ પર જતાં 3 વ્યક્તિને ટ્રકે અડફેટે લીધા, 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા જીલ્લામાં વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવોમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. ગઇકાલે સાંજે પોતાના ઘરે પરત ફરી રહેલાં મજૂરોને ટ્રકે અડફેટે લેતાં 2 લોકોના મોત થયા છે. જેમાં બંનેના માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતાં આસપાસ લોહીની નદીઓ વહી હતી. આ તરફ ઘટનાને લઇ રમેશભાઇએ ટ્રક ચાલક સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ઇડર પોલીસે ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.