અકસ્માત@ગોઝારીયા: ટ્રકમાંથી નીચે ઉતરતાં ચાલકને આઇસરે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ગોઝારીયા નજીક ટ્રક સાઇડમાં કરી નીચે ઉતરતાં ચાલકને આઇસરે અડફેટે લેતાં મોત થયુ છે. ગત દિવસોએ રાજસ્થાનથી ચૂનો ભરી નાસીક જવા નીકળેલાં ચાલક અને કંડક્ટર હાઇવે પર ટ્રક સાઇડમાં કરી નીચે ઉતરતાં હતા. આ દરમ્યાન પાછળથી આવતાં બેફામ આઇસરે ચાલકે અડફેટે લીધા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે
 
અકસ્માત@ગોઝારીયા: ટ્રકમાંથી નીચે ઉતરતાં ચાલકને આઇસરે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ગોઝારીયા નજીક ટ્રક સાઇડમાં કરી નીચે ઉતરતાં ચાલકને આઇસરે અડફેટે લેતાં મોત થયુ છે. ગત દિવસોએ રાજસ્થાનથી ચૂનો ભરી નાસીક જવા નીકળેલાં ચાલક અને કંડક્ટર હાઇવે પર ટ્રક સાઇડમાં કરી નીચે ઉતરતાં હતા. આ દરમ્યાન પાછળથી આવતાં બેફામ આઇસરે ચાલકે અડફેટે લીધા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત થયુ હતુ. સમગ્ર મામલે કંડક્ટરે અજાણ્યાં ફરાર આઇસર ચાલક સામે વસઇ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ગોઝારીયા પંથકમાં ડાભલા ચોકડીથી ગોઝારીયા જવાના માર્ગે ધાંધુસણ પાટીયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના રામુરામ ચંદ્રરામ ગોધરા(જાટ) અને હુકમારામ રતીરામ જાટ રાજસ્થાનથી ચુનો ભરી નાસીક જઇ રહ્યા હતા. આ દરમ્યાન ધાંધુસણ પાટીયા પાસે ટ્રક સાઇડમાં કોઇ નીચે ઉતરતી વખતે રામુરામને બેફામ આઇસરે અડફેટે લેતાં તેમનું મોત થયુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધાંધુસણ પાટીયા પાસે અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનું મોત થતાં પરીજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ગત 10 મે ના રોજ રાતના નવેક વાગ્યા આસપાસ બનેલી ઘટના બાદ આઇસર ચાલક વાહન લઇને નાસી છુટ્યો હતો. આ તરફ 108 આવતાં ચાલકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે વસઇ પોલીસે અજાણ્યાં ફરાર ચાલક સામે આઇપીસી 279, 304A અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.