અકસ્માત@ગુજરાતઃ ટ્રમ્પના કાર્યક્રમમાંથી પરત ફરતાં SRPના 11 જવાનો ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક ગોધરા (SRP ગ્રુપ 5) ના જવાનો અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તની ફરજ પૂર્ણ કરી પરત ગોધરા આવતા હતા તે દરમિયાન થયો અકસ્માત. સૂત્રોના જણાવ્યા અનુશાર ટીંબા ગામ પાસે પોલીસ વાનમાં યાંત્રિક ખામી સર્જાતા પોલીસ વાન પલટી મારી હતી. અકસ્માત દરમ્યાન વાન પલટી મારતા વાનમાં સવાર 11 પોલીસ જવાનોને નાની મોટી ઇજા
 
અકસ્માત@ગુજરાતઃ ટ્રમ્પના કાર્યક્રમમાંથી પરત ફરતાં SRPના 11 જવાનો ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

ગોધરા (SRP ગ્રુપ 5) ના જવાનો અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બંદોબસ્તની ફરજ પૂર્ણ કરી પરત ગોધરા આવતા હતા તે દરમિયાન થયો અકસ્માત. સૂત્રોના જણાવ્યા અનુશાર ટીંબા ગામ પાસે પોલીસ વાનમાં યાંત્રિક ખામી સર્જાતા પોલીસ વાન પલટી મારી હતી. અકસ્માત દરમ્યાન વાન પલટી મારતા વાનમાં સવાર 11 પોલીસ જવાનોને નાની મોટી ઇજા પહોંચી હતી, જોકે જાનહાનીના કોઈ સમાચાર મળેલ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી મુજબ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પોતાની ફરજ બજાવતા ગોધરા જિલ્લાના પોલીસ કર્મી (ગ્રુપ 5) ની વાન નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ ગોધરા મુકામે પરત આવતી હતી. આ દરમ્યાન ટીંબા ગામ પાસે પોલીસ વાનમાં અચાનક કોઈ કારણસર ખામી સર્જાતા, વાન ચાલક પોલીસ કર્મીએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટી મારી ગઈ હતી.

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં 3 દિવસથી પોલીસકર્મીઓ એક્શન મોડમાં હતા. દિવસ રાત પોલીસ કર્મી ફરજ નિભાવતા હતા. અમદાવાદ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમાપ્ત થતાં, પોલીસકર્મીના કાર્યક્રમ અનુશાર ગોધરા પરત ફરતા રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 11 જેટલા પોલીસકર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી, અને તેઓને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.