અકસ્માત@ગુજરાતઃ એકી સાથે 4 મોટા વાહનો અથડાયા, 14 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ રાજકોટ હાઇવે પર એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. અકસ્માતને પગલે બે કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. વેગનઆર કારની પાછળ મીની બસ તેની પાછળ ટ્રક અને ટ્રક પાછળ મોટી સ્લીપર કોચ ખાનગી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાતાં બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો
 
અકસ્માત@ગુજરાતઃ એકી સાથે 4 મોટા વાહનો અથડાયા, 14 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ રાજકોટ હાઇવે પર એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 વ્યક્તિઓને ઇજા પહોંચી છે. અકસ્માતને પગલે બે કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. વેગનઆર કારની પાછળ મીની બસ તેની પાછળ ટ્રક અને ટ્રક પાછળ મોટી સ્લીપર કોચ ખાનગી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાતાં બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલા માલિયાસણ નજીક સવારે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 14 મુસાફરોને ઇજાઓ થઇ હતી. બસનાં ડ્રાઈવર તેમજ મુસાફરોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો જામી ગઇ હતી. અકસ્માતમાં ઘવાયેલા ગોકળભાઇ માદડીયા, ચિમનભાઇ પીપળીયા, હેમીબેન ગજેરા, લાલજીભાઇ ગજેરા, મકબુલભાઇ મહમદહુશેન પઠાણ , મોંઘીલાલ ચુનિલાલ સુથાર, જીજ્ઞેશ વિમલભાઇ ઘેડીયા, સુરેશભાઇ નંદલાલ, ગીતાબેન સુરેશભાઇ, કિરીટભાઇ ભગવાનજીભાઇ, પ્રફુલભાઇ શાંતિલાલ, સંગીતાબેન પ્રફુલભાઇ મકવાણા સહિત 14 મુસાફરોને ઇજાઓ થઇ છે. સિવિલ હોસ્પિટલમાં 108 મારફત ખસેડાયા હતાં. બસના ડ્રાઇવર મહેશભાઇ પાલીવારને પણ ઇજા થઇ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અકસ્માતમાં વેગનઆર કારનાં ચાલકે અચાનક બ્રેક લગાવતાં તેની પાછળ મીની બસ અથડાઇ હતી. બસની પાછળ ટ્રક ઘુસી ગયો હતો અને આ ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સની મોટી સ્લીપર કોચ બસ અથડાઇ હતી. બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો અને તેના કારણે મુસાફરોને ઇજાઓ થઇ હતી. કુવાડવા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.